Wed Sep 09 2026

Logo

અમદાવાદના નરોડા GIDC ફેઝ-3માં કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે

2026-08-29 13:38:00
Author: Mumbai Samachar Team
અમદાવાદના નરોડા GIDC ફેઝ-3માં કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે

અમદાવાદઃ નરોડાની GIDC ફેઝ -3 માં પ્લોટ નંબર 28 પર સ્થિત એક ફૂડ પ્રોડક્ટ પેકેજિંગ કંપનીમાં અચાનક આગ લાગી. ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું. અંદર કામ કરી રહેલા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ. ફેક્ટરીમાંથી નીકળતો કાળો ધૂમાડઓ આકાશમાં દૂર દૂર સુધી દેખાતો હતો.

આગ લાગવાની ઘટનાની સૂચના મળતા તુરંત અમદાવાદ  ફાયર ડિપાર્ટમેન્ટને આપવામાં આવી. સૂચવા મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આગની તીવ્રતાને જોતા શરૂમાં ફાયર વિભાગની 7 ગાડીઓ મોકલમાં આવી હતી, પરંતુ સ્થિતિ ગંભીર લાગવાના કારણે હવે 10 ફાયર ગાડીઓ સ્થળ પર પહોંચી ચુકી છે. 

ફાયરકર્મી જુદી જુદી દિશાઓમાંથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની સતત કોશિશ કરી રહ્યા છે. ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ આ ભયાનક આગને આસપાસના વિસ્તારો કે પાસેની બીજી ફેક્ટરીઓમાં ફેલાતી રોકવા માટે ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદના મેયર હિતેશ બારોટ  પણ તરત ઘટના સ્થળે પહોંચી ગયા અને  બચાવ કાર્યનો તાગ મેળવ્યો.

કોઇ જાનહાનિ નહીં 

આ દુઃખદ ઘટનામાં એક મોટી રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઇના જાનહાનિના સમાચાર નથી. જો કે આ ભયાનક આગના સાચા કારણની હજુ સુધી આધિકારિક રીતે ખબર નથી પડી. પ્રારંભિક ચરણમાં શોર્ટ સર્કિટજ સહિત ઘણાં ટેકનિકલ કારણોની દિશામાં તપાસ કરવામાં આવશે.

પૂરી સંભાવવા છે કે આગ લાગવાના કારણે ફેક્ટરીની અંદર રહેલા કાચા માસ અને મશીનરીને ભારે નુકસાન થયું. ફાયર વિભાગ હજુ પણ આગ બુઝાવવાવના કામમાં લાગેલુ છે અને આગ સંપૂર્ણ રીતે ઓલવાઇ જાય ત્યારબાદ જ સાચું કારણ અને આર્થિક નુકસાનનું ચોક્કસ અનુમાન લગાવી શકાશે