Fri Oct 09 2026

Logo

સ્કૂલના સ્થાપકની જાતીય સતામણીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓને ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલ

2026-10-09 17:22:57
Author: Yogesh D. Patel
સ્કૂલના સ્થાપકની જાતીય સતામણીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓને ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલ

લાતુર: લાતુરમાં આવેલી ખાનગી સ્કૂલના સ્થાપકની જાતીય સતામણીનો ભોગ બનેલી સગીર વિદ્યાર્થિનીઓને નિર્ભયપણે આગળ આવીને ફરિયાદ નોંધાવવાની પોલીસે અપીલ કરી છે અને તેમની ઓળખ છતી ન થાય તેની ખાતરી આપી છે.

જાતીય સતામણીની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આદર્શ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક બશીર ઉસ્માન શેખ (54) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો નોંધીને  બુધવારે તેની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ દ્વારા આ અપીલ કરવામાં આવી છે.

લાતુર જિલ્લાની પોલીસે એક નિવેદનમાં એવી અન્ય સગીર વિદ્યાર્થિનીઓને અપીલ કરી છે, જેમણે સમાન પ્રકારના દુર્વ્યવહારનો સામનો કર્યો હોય. તેઓ કોઇ પણ સંકોચ વિના પોલીસનો સંપર્ક કરે. વિદ્યાર્થિનીઓ અથવા તેનાં માતા-પિતા આ કેસ સંબંધી માહિતી આપવા માટે ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ભાગીરથી પવારને તેમના મોબાઇલ સીધો સંપર્ક કરી શકે છે. પોલીસે ખાતરી આપી છે કે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તેને રક્ષણ આપવામાં આવશે. (પીટીઆઇ)