નવી દિલ્હીઃ આઈપીએલમાં અત્યાર સુધીમાં 20 મુકાબલા રમાઈ ચુક્યા છે. શનિવાર અને રવિવારે બે-બે મેચ રમાઈ હતી. ડબલ હેડર મુકાબલા બાદ હવે પોઈન્ટ ટેબલમાં પણ મોટો ઉલટફેર થયો છે.
રવિવારે રાત્રે આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીએ ફરી એક વખત બાજી મારી હતી અને મેચ 18 રનથી જીતી હતી. આરસીબીએ 240 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ મુંબઈ 222 રન જ બનાવી શક્યું હતું.
પોઈન્ટ ટેબલ પર નજર કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ મેળવી ચુકી છે. તેનો નેટ રનરેટ પણ સારો છે અને હાલ પ્રથમ ક્રમે છે. પંજાબ કિંગ્સે પણ ચાર મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે અને સાત પોઈન્ટ સાથે બીજાક્રમે છે. ટીમની એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. જેથી તેને એક પોઈન્ટ મળ્યો હતો. આ બંને ટીમો આઈપીએલની વર્તમાન સીઝનમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી.
𝘼 𝙍𝙤𝙮𝙖𝙡 𝙇𝙚𝙖𝙙 🔝@rajasthanroyals remain unbeaten and lead the standings after Week 2⃣ 🩷
— IndianPremierLeague (@IPL) April 12, 2026
Which team will end their winning reign? 🤔✍️#TATAIPL | #KhelBindaas pic.twitter.com/4XA36NoMZe
આરસીબીએ ચાર મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે તથા એકમાં હાર થઈ છે. ટીમ પાસે છ પોઈન્ટ છે અને ત્રીજા ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ અને એલએસજીએ ચાર ચાર મેચ રમી છે અને બે-બે મેચ જીતી છે. આ ટીમો પાસે ચાર-ચાર પોઈન્ટ છે. નેટ રન રેટના આધારે દિલ્હી ચોથા, ગુજરાત પાંચમા અને એલએસજી છઠ્ટા ક્રમે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ અને સીએસકેએ પણ ચાર-ચાર મેચ રમી છે. આ ટીમો એક મેચ જીતી શકી છે. હૈદરાબાદની ટીમ સાતમા ક્રમે, મુંબઈ ઈન્ડિયન્સ આઠમા ક્રમે અને સીએસકે નવમા ક્રમે છે. કેકેઆર એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 10મા ક્રમે છે. કોલકાતાએ ચાર મેચ રમી છે પરંતુ જીત મેળવી નથી. એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. જેના કારણે તેને એક પોઈન્ટ મળ્યો છે. ટીમનું ખાતું તો ખૂલી ગયું છે પરંતુ હજુ સુધી જીત મળી નથી.
કઈ ટીમનો કેટલો છે નેટ રન રેટ
પ્રથમ ક્રમે રહેલી રાજસ્થાન રોયલ્સનો નેટ રન રેટ 2.055 છે. પંજાબ કિંગ્સનો નેટ રન રેટ 0.720, આરસીબીનો નેટ રન રેટ 1.148, દિલ્હી કેપિટલ્સનો નેટ રન રેટ 0.322, ગુજરાત ટાઈટન્સનો નેટ રન રેટ -0.029, લખનઊ સુપર જાયન્ટ્સનો નેટ રન રેટ -0.427, સનરાઈઝર્સ હૈદરાબાનો નેટ રન રેટ -0.024, મુંબઈ ઈન્ડિયન્સનો નેટ રન રેટ -0.772, ચેન્નઈ સુપર કિંગ્સનો નેટ રન રેટ -1.532 અને કોલકાતા નાઈટ રાઈડર્સને નેટ રન રેટ -1.315 છે.