Sat May 02 2026

Logo

IPL 2026: લલિત મોદીએ LSGના માલિક સંજીવ ગોયેન્કાને કહ્યા 'જોકર'! જાણો શું છે મામલો

2026-03-26 15:05:00
Author: Savan Zalariya
Article Image

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝન પહેલા બે ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) રેકોર્ડબ્રેક રકમ પર વેચાઈ. આ ડીલની ચર્ચા વચ્ચે IPLના પહેલા ચેરપર્સન લલિત મોદીએ લખનઉ સુપર જાયન્ટ્સ(SRH)ના માલિક સંજીવ ગોયેન્કા પર આકરા પ્રહાર કર્યા છે, લલિત મોદીએ સંજીવ ગોયેન્કાને જોકર ગણાવ્યા.

નોંધનીય છે કે કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે RR ને 1.63 બિલિયન ડોલરમાં ખરીદી, જ્યારે આદિત્ય બિરલા ગ્રુપ, બ્લેકસ્ટોન, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને બોલ્ટ વેન્ચર્સના કન્સોર્ટિયમે RCBને 1.78 બિલિયન ડોલરમાં ખરીદી, આ સાથે RCB IPL ના ઇતિહાસમાં સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. 

આ ઐતિહાસિક સોદા અંગે સંજીવ ગોયેન્કાએ X પર પોસ્ટ કરી. સંજીવ ગોયેન્કાએ લીગના માળખા, ખાસ કરીને તેના મીડિયા રાઇટ્સ મોડેલને શ્રેય જય શાહને આપ્યો અને IPLની સ્થાપના માટે લલિત મોદીનો કોઈ ઉલ્લેખ ન કર્યો. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતી લલિત મોદીએ ગોયેન્કાને 'જોકર' પણ કહ્યા અને લખ્યું કે તેમની 'યાદશક્તિ ઓછી થઇ ગઈ છે.'

સંજીવ ગોયેન્કા પર આકરા પ્રહાર:
લલિત મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "ખરેખર, આ માણસ ખરેખર યાદશક્તિ ગુમાવી બેઠો છે, કે આ મોડેલ કોણે બનાવ્યું હતું. કોઈ વાંધો નહીં, તેઓ ફક્ત પોતાની દુનિયામાં રહે છે. આપણે બધા જાણીએ છીએ કે સંજીવ ગોયેન્કાએ એક (જોકર ઇમોજી) છે, તેમનો ભાઈ એચ વી ગોયેન્કા IPL ફ્રેન્ચાઇઝનો માલિક હોત તો સારું હતું, તેઓ એક સાચા ક્રિકેટ ચાહક છે. આ જોકર નહીં - જે વિચારે છે કે તેનું ટ્વીટ ઇતિહાસ બદલી નાખશે. આ સાબિત કરે છે કે તેમના પાસે કોઈ જ્ઞાન નથી.”
 

નોંધનીય છે કે લલિત મોદી કરચોરી, મની લોન્ડરિંગ અને મની-માઇનિંગના આરોપ છે, જેને કારણે તેઓ 2010 માં ભારત છોડીને ભાગી ગયા હતાં, હાલ તેઓ લંડનમાં છે.