Mon Aug 31 2026

Logo

કેરલમમાં  પિનરાઈ વિજયનના નિવાસે દરોડા પાડવા ગયેલા ઇડીના અધિકારીઓ સાથે ધક્કા મુક્કી

2026-05-27 16:17:37
Author: Chandrakant Kanoja
કેરલમમાં  પિનરાઈ વિજયનના નિવાસે દરોડા પાડવા ગયેલા ઇડીના અધિકારીઓ સાથે ધક્કા મુક્કી

તિરુવનંતપુરમ : કેરલમમાં ઇડી દ્વારા મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે જોડાયેલા સ્થળો સહિત 10 જગ્યાઓ પર દરોડા પાડ્યા આવ્યા છે. જોકે, દરોડા બાદ  ભૂતપૂર્વ મુખ્યમંત્રીના તિરુવનંતપુરમ નિવાસસ્થાનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા ઇડી અધિકારીઓને પાર્ટી કાર્યકરોએ ઘેરી લીધા હતા. તેમજ ગેટ પર માહોલ તંગ થયો હતો. આ કાર્યકરોએ તેમની સાથે ધક્કા મુક્કી કરી હતી. 

વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક કાર્યકરોએ સમર્થકોને શાંત કર્યા

જ્યારે ગેટ પર સૂત્રોચ્ચાર કરતા  કાર્યકરોએ ઇડી અધિકારીઓને સવાલ પૂછ્યા હતા.જેના કારણે ગેટની બહાર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક કાર્યકરોએ સમર્થકોને શાંત કર્યા હતા.

ઇડીની કાર્યવાહીને લઈને રાજકારણ ગરમાયું

કેરલમના  ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા પિનરાઇ વિજયનના નિવાસસ્થાને ઇડીની કાર્યવાહીને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે પ્રતિક્રિયા આપતા સીપીઆઇએમ ના મહાસચિવ એમ.એ. બેબીએ કેન્દ્ર સરકાર અને ઇડી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરી રાજકીય રીતે પ્રેરિત છે અને વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાની રણનીતિનો એક ભાગ છે.