Mon Jul 27 2026

Logo

કોંગ્રેસની ઈજ્જત માત્ર આ રાજ્ય બચાવશે! બાકી બંગાળ હોય કે આસામ, દરેક જગ્યાએ માત્ર 0, 0 અને...

2026-05-04 14:49:03
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે, ત્યારે દેશની સૌથી મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ માટે પાંચ રાજ્યમાંથી આંચકાજનક પરિણામો મળી રહ્યા છે. પાંચ રાજ્યમાંથી ફક્ત કેરલમ કદાચ પાર્ટી માટે સંજીવની બની શકે છે. વિગતે વાત કરીએ બાકીના રાજ્ય માટે અત્યારના પરિણામો ચિંતાજનક છે. કોંગ્રેસ સમય જતા નબળું પડી રહ્યું છે. આંડકાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ચોંકાવનારા આંકડા પશ્ચિમ બંગાળના છે. બંગાળમાં ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે, પરંતુ કેરલમમાં કોંગ્રેસ જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. ચાલો દરેક રાજ્યના આંકડા જોઈએ.

કેરલમ કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થશે

કેરલમના ચૂંટણીના વલણો કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થયા છે. રાજ્યમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પૂર્ણ બહુમતી તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. શરૂઆતના વલણોમાં UDF 97 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જેણે LDFના એક દાયકા જૂના શાસનને હચમચાવી દીધું છે. થિરુવનંતપુરમ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર હાલ ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. કે. સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નિથલા જેવા દિગ્ગજ નેતાઓ મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. એવું જણાય છે કે કેરળની જનતાએ આ વખતે પરિવર્તનના પક્ષમાં સ્પષ્ટ મતદાન કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની સ્થિતિ ચિંતાજનક 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી રહેલા આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આંકડા પ્રમાણે કોંગ્રેસ બંગાળમાં ખાતું પણ ખોલી શકે તેવી સ્થિતિમાં નથી. અહીં તો માત્ર ટીએમસી અને ભાજપ વચ્ચે જંગ ચાલી રહી છે. માત્ર બંગાળ જ નહીં, પરંતુ આસામમાં પણ કોંગ્રેસ નિરાશાજનક સ્થિતિમાં છે. અહીં પણ ખાતુ ખુલે તેવું લાગતું નથી. આસામમાં ફરી ભાજપ સત્તામાં આવશે તેવું લાગી રહ્યું છે. ભાજપ 79 બેઠકો પર લીડ સાથે આગળ વધી રહ્યું છે.

કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ સ્પષ્ટપણે દેખાયો

આ રાજ્યોમાં કોંગ્રેસનું નેતૃત્વ અસરકારક રહ્યું નથી. આ રાજ્યોમાં કોંગ્રેસ પક્ષની સંગઠનાત્મક નબળાઈ અને સ્થાનિક નેતૃત્વનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પુડુચેરીની વાત કરવામાં આવે તો, અહીં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અહીં પણ કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી બની ગઈ છે. મૂળ વાત એ છે કે, દક્ષિણ ભારતમાં માત્ર કેરળને બાદ કરતા તમામ જગ્યાએ કોંગ્રેસ મુશ્કેલ સ્થિતિમાં છે.