રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી મુશળધાર વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ચારધામ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રૂદ્રપ્રયાગના સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવાનો મોટો નિર્ણય લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
રૂદ્રપ્રયાગ પોલીસની એડવાઇઝરી અને હેલ્પલાઇન નંબર
સ્થાનિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર સત્તાવાર એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટને પગલે ભક્તોની સુરક્ષા અર્થે કેદારનાથ યાત્રા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે’. વરસાદના કારણે મુસાફરો અલગ-અલગ સ્થળોએ અટવાયા છે. પ્રશાસને શ્રદ્ધાળુઓની મદદ માટે ખાસ હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે. શ્રદ્ધાળઓ માટે મુખ્ય હેલ્પલાઇનમાં 8958757335 અને 8218326386 અને ઇમરજન્સી સેવા માટે 'ડાયલ ૧૧૨' પર પણ સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.
🚨 केदारनाथ यात्रा अस्थाई रूप से रोकी गई 🚨
— Rudraprayag Police Uttarakhand (@RudraprayagPol) May 31, 2026
⛈️ जनपद रुद्रप्रयाग में भारी बारिश के ऑरेंज अलर्ट के चलते श्रद्धालुओं की सुरक्षा हेतु केदारनाथ यात्रा को अस्थाई तौर पर रोका गया है।
📞 हेल्पलाइन (DEOC): 8958757335, 8218326386 | 🚓 डायल 112
प्रशासन का सहयोग करें। सुरक्षित रहें! pic.twitter.com/qMxU2VtLtX
બદ્રીનાથ નેશનલ હાઇવે પર ટ્રાફિક ઠપ
જોશીમઠ નજીક બદ્રીનાથ નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ટ્રાફિકને હળવો કરવા માટે પ્રશાસન દ્વારા દર 30 મિનિટે એકતરફી વાહનોને પસાર કરવા માટે ઇમરજન્સી ટોકન-બેઝ્ડ ગેટ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. હાલમાં દરરોજ અંદાજે 30,000થી 35,000 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ અને 5,000થી 10,000 ભક્તો હેમકુંડ સાહિબની યાત્રા કરી રહ્યા છે, જેના કારણે હાઇવે પર દબાણ વધી ગયું છે.
#WATCH | Chamoli, Uttarakhand: A massive traffic gridlock has brought vehicular movement to a near standstill on the Badrinath National Highway (NH-7) near Joshimath. The local police and administration have deployed personnel and activated an emergency token-based Gate System to… pic.twitter.com/IFh9Yv0oss
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 31, 2026
આશરે 10 કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જોશીમઠ-મારવાડી-વિષ્ણુપ્રયાગ માર્ગ પર આશરે 10 કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. થોડા વર્ષો પહેલા જોશીમઠ વિસ્તારમાં થયેલા જમીન ધંસી જવાના કારણે રસ્તાના માળખાને મોટું નુકસાન થયું હતું. સાંકડા પહાડી રસ્તાઓ અને ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે જોશીમઠના નરસિંહ મંદિર પાસે એક સુનિયોજિત ગેટ સિસ્ટમ બનાવી છે. આ વ્યવસ્થા હેઠળ, શ્રદ્ધાળુઓ ટ્રાફિકમાં પોતાની વારો આવવાની રાહ જોતી વખતે પવિત્ર નરસિંહ મંદિરના દર્શન પણ સરળતાથી કરી શકે છે. વહીવટી તંત્રએ હવામાન સાફ ન થાય ત્યાં સુધી લોકોને પ્રશાસનને સહયોગ આપવા અપીલ કરી છે.