Thu Apr 30 2026

Logo

તમન્ના ભાટિયાના 'એન્ટી-કન્નડ' વિવાદ વચ્ચે કર્ણાટકની કંપનીએ નોંધાવ્યો રેકોર્ડબ્રેક નફો

2026-04-30 19:09:54
Author: Mumbai Samachar Team
Article Image

બેંગલુરુઃ સેલેબ્સ ઘણી વાર બ્રાન્ડને પ્રમોટ કરવા જતા પરેશાનીમાં ફસાઈ જાય છે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રહ્યા બાદ અને એડ કેમ્પેઈનમાં જોડાયા બાદ એમના પર અનેક પ્રકારની કમેન્ટ થતી રહી છે. આ જ વિવાદનો ભોગ હવે તમન્ના ભાટિયા બની હતી, જે એન્ટિ કન્નડનું લેબલ પણ લગાવ્યું હતું. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમન્ના ભાટિયાની નિયુક્તિને લઈને થયેલા વિવાદ છતાં કર્ણાટક સરકારની કંપની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટરજન્ટ લિમિટેડે પોતાના વાર્ષિક અહેવાલ જાહેર કર્યા છે, જેમાં કંપનીને ચોખ્ખો નફો થયો હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2025-26માં આ કંપનીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. 

સૌથી વધારે નફો મળ્યો

સરકારી રિપોર્ટ અનુસાર મૈસુર સેંડલ બ્રાંડ બનાવતી આ કંપનીનું ટર્નઓવર ₹ 2,016 કરોડ અને ચોખ્ખો નફો ₹ 507 દર્શાવ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો નફો છે. મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાએ આ સિદ્ધિની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી હતી. મંત્રીએ લખ્યું હતું કે આ કંપનીની સફળતા બાદ આ એ વાતનું ઉદાહરણ છે કે, મજબૂત શાસન અને યોગ્ય રણનીતિથી એક પારંપરિક સરકારી કંપનીને આધુનિક તથા સફળ ઉદ્યમમાં બદલી શકાય છે. કર્ણાકટ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કંપનીએ આ વર્ષે ₹ 150 કરોડનું ડિવિડન્ડ રાજ્ય સરકારને આપ્યું છે. 

ઉત્પાદન સાથે ગ્રોથ થયો

આ રકમ અગાઉ માત્ર ₹ 21 કરોડ હતી. કંપની ઉત્પાદન 47,494 મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. 57 નવા ઉત્પાદન લૉંચ કરવામાં આવ્યા છે. આ સાથે ઉત્પાદનની નિકાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષમાં કંપનીએ 35 ટકા કંપાઉન્ડ વાર્ષિક નફો અને ₹2,000 કરોડથી વધારે રકમનું ટર્નઓવર મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સરકારે આ કંપની માટે અન્ય પણ મોટા લક્ષ્યાંક નક્કી કરીને રાખ્યા છે. 

સરકારે 2028 સુધી ₹3,000 કરોડના ટર્નઓવરનો ટાર્ગેટ સેટ કર્યો છે. આ સાથે જ કર્ણાટક રાજ્યમાં ચંદનની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મૈસુર સેંડલ સાબુ માટે અભિનેત્રી તમન્ના ભાટિયાને બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી. હવે વિપક્ષ અને બીજા પ્રો કન્નડ સંગઠનોએ કન્નડ બ્રાંડ પર કન્નડ ન હોય એવી વ્યક્તિને લઈને સવાલ કર્યો છે. 

સરકારે  બચાવ કરતા મોટી વાત કરી

સરકારે આનો બચાવ કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર બ્રાન્ડની ઓળખ માટે આ એક બિઝનેસ પોલિસીનો ભાગ છે. અધિકારીઓનો એવો તર્ક છે કે, તમન્નાની પાન ઈન્ડિયામાં લોકપ્રિયતા વધારે છે. 
સોશિયલ મીડિયા ઉપર તે એક્ટિવ છે. આનાથી બ્રાંડને વધારે વેગ મળશે અને માર્કેટ પણ મોટું મળી રહેશે. આર્થિક રીતે કંપની ગ્રોથ કરી રહી છે, પ્રગતિની દિશામાં આગળ વધી રહી છે. આ માહોલ વચ્ચે ભલે કોઈ રાજકીય વાતો થઈ રહી હોય એની સામે કોઈ વાંધો નથી.