Wed Jun 17 2026

Logo

જયેશ રાદડિયા સાથે શું ચર્ચા થઈ? વાયરલ વીડિયો પર ગોપાલ ઇટાલિયાની સ્પષ્ટતા!

2026-02-17 12:46:00
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે એક દ્રશ્યએ ખાસ ચર્ચા જગાવી હતી. રાજકારણમાં ભલે ગમે તેટલા એક બીજા પર નેતાઓ આરોપ કરતાં હોય, પણ અંતે જાણે એક મેક જ હોય, તેમ સાથે હળતા મળતા જોવા મળતા હોય છે. ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હોય તેવી બે વિધાનસભા બેઠકો એટલે જેતપુર અને વિસાવદર. આજે વિધાનસભામાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજાને હાથ મિલાવતાં અને ગળે મળ્યા હતા. 

આ દ્રશ્યએ ભારે ચર્ચા જગાવી છે. તેનું કારણ છે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને ભવ્ય જીત મેળવી હતી. ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં ભાજપે ઇન્ચાર્જની જવાબદારી જયેશ રાદડિયાને શિરે આપી હતી. જો કે એ નોંધવું રહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન જયેશ રાદડિયાએ ન તો સીધો ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યો હતો કે ન તો ગોપાલ ઇટાલિયાએ જયેશ રાદડિયાનું નામ લીધું હોય.

આ મામલે ખૂબ જ ચર્ચા જાગી હતી અને વિધાનસભામાં જયેશ રાદડિયા સાથે થયેલી મુલાકાતના વાયરલ વીડિયો મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પ્રીતિક્રિયા આપી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં નિખાલસપણે વાત કરી હતી કે , "ચર્ચા તો ખબર અંતર, સમાચાર, રામરામ, કેવું છે કેવું નથી. માર્ગદર્શનની આપ-લે, વગેરે વગેરે, કોઈ ખાસ ચર્ચા છે નહિ.