Sun Jul 26 2026

Logo

હવે જંતર મંતર પર દેખાશે મુસ્લિમ સંગઠન! IMCRની બેઠકમાં મુસ્લિમ નેતાઓ લીધો નિર્ણય....

2026-07-25 14:32:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલ જંતર મંતર અત્યારે પ્રદર્શનકારીઓથી ભરાયેલું છે. સીજેપી દ્વારા શરૂ કરવામાં આવેલા આ આંદોલનને મુસ્લિમ સંગઠન દ્વારા પણ સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઈન્ડિયન મુસ્લિમ્સ ફોર સિવિલ રાઈટ્સ દ્વારા મુસ્લિમ નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેવામાં વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતા પ્રસ્તાર પર દરેકે સહમતી દર્શાવી છે. એટલે હવે મુસ્લિમ સંગઠન પણ સીજેપી સાથે જંતર મંતર પર દેખાય તો તેમાં નવાઈ નહીં! આ આંદોલન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે થઈ રહ્યું છે, જેને હવે મુસ્લિમ સંગઠન પણ ટેકો આપી રહ્યાં છે.

IMCRની બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું?

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે IMCRની બેઠકમાં કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ, પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તિ, અજમેર દરગાહના સરવર ચિશ્તી સહિત અનેક મુસ્લિમ નેતાઓએ હાજરી આપી હતી. આ દરેક લોકોએ સીજેપી દ્વારા કરવામાં આવી રહેલા વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

આ બેઠક દરમિયાન મેહબુબા મુફ્તિએ કહ્યું કે, ‘આજે દેશની હાલત ચિંતાજનક છે. સૌથી વધારે અન્ય યુવાનો સાથે થઈ રહ્યો છે‘. વધુમાં કહ્યું કે, ‘આજે આખો ભારત કાશ્મીર બની ગયો છે. જે સ્થિતિ છે તે દરેકની સામે જ છે. આમાં સૌથી વધારે ખરાબ હાલાત યુવાનોની થઈ રહી છે. પેપર લીક થઈ રહ્યાં છે અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે’.

સલમાન ખુર્શીદે સરકાર પર કેવા આક્ષેપો કર્યાં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પણ આ દરમિયાન સરકાર પર પ્રહાર કર્યાં છે. સલમાન ખુર્શીદે કહ્યું કે, ભારતમાં વિદ્યાર્થીઓ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયા વિના જ આંદોલન કરી રહ્યાં છે, તો તેમની વાતને સાંભળવી જોઈએ. આખા ભારતમાં વિદ્યાર્થીઓનું જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં એવા લોકો સામેલ થયાં છે જેમનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી’. મૂળ વાત એ છે કે, હવે વિદ્યાર્થીઓના આ આંદોલનમાં મુસ્લિમ સંગઠનો પણ જોડાઈ શકે છે. 

આ બેઠક દરમિયાન મુસ્લિમ સંગઠનઓએ અનેક નવા પ્રસ્તાવો પર પણ ચર્ચા કરવામાં આવી છે. ‘ભારતમાં મુસ્લિમોના અધિકારોને ટેકો આપવા અંગે નવી દિલ્હી ઘોષણા’ હેઠળ બેઠક દરમિયાન અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવમાં 20 જુલાઈના રોજ નવી દિલ્હીમાં પેપર લીક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો પર દિલ્હી પોલીસ દ્વારા બળપ્રયોગની નિંદા કરવામાં આવી હતી.