Fri Sep 04 2026

Logo

ઈરાનને લાગ્યો મોટો ઝટકો, ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા અલી મોહમ્મદનું મોત

Tel Aviv   2026-03-20 14:53:00
Author: Mayur Patel
ઈરાનને લાગ્યો મોટો ઝટકો, ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા અલી મોહમ્મદનું મોત

તેલ અવીવઃ ઈઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન પર કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. આ દરમિયાન ઈરાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સતત થઈ રહેલા હુમલા વચ્ચે ઈસ્લામિક રિવોલ્યુલેશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું મોત થયું છે.

કોણ હતા અલી મોહમ્મદ નૈની

અલી મોહમ્મદ નૈની IRGC પ્રવક્તા અને જનસંપર્કના ઉપ પ્રમુખ હતા. તેમને જુલાઈ 2024માં IRGCના કમાન્ડર ઈન ચીફ હુસૈન સલામીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1957માં જન્મેલા નૈનીએ ઈરાન-ઈરાક યુદ્ધના અનુભવી સૈનિક હતો. યુદ્ધ દરમિયાન તેઓ ઘાયલ પણ થયા હતા.

અલી મોહમ્મદ નૈની પાસે સેકંડ બ્રિગેડિયર જનરલનું પદ હતું. તેઓ અવારનવાર IRGC તરફતી નિવેદન આપતા હતા. જેમાં ઈરાનની સૈન્ય તત્પરતા, મિસાઈલ અને ડ્રોન ક્ષમતાઓ અંગે ચેતવણીઓ આપવામાં આવતી હતી.

IRGC ન માત્ર ઈરાનની પ્રાથમિક સૈન્ય શક્તિ છે પરંતુ હિઝબુલ્લાહ અને હમાસ જેવા ગ્રુપો સાથે સમન્વયનું મુખ્ય કેન્દ્ર પણ છે. પ્રવક્તા નૈનીના મોતથી ઈરાનના પ્રચાર તંત્ર અને સત્તાવાર સંવાદને પણ મોટો ફટકો લાગ્યો છે.


ઈઝરાયલનો શું છે ટાર્ગેટ

ઈઝરાયલે કહ્યું કે, તેમણે ઈરાની શાસન સાથે જોડાયેલી 130થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઈટો પર હુમલો કર્યો છે. તેનો ટાર્ગેટ પશ્ચિમ તથા મધ્ય ઈરાનમાં બેલિસ્ટિક મિસાઈલ સાઈટો, UAV અને ડિફેન્સ સિસ્ટમ હતી. 

ઈઝરાયલે પ્રથમ વખત કેસ્પિયન સમુદ્રમાં ઈરાનના નૌસૈનિક ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલામાં મિસાઈલ જહાજ અને કમાન્ડ સેન્ટર તબાહ થયા છે. ઈરાનનો આ વિસ્તાર રશિયાની બોર્ડર પાસે છે. આ રસ્તાથી ત્યાં માલસામાનનું પરિવહન થાય છે. જેના કારણે ત્યાં પહોંચતા સામાન પર અસર પડી શકે છે. ઈરાને ઈઝારયલની મિસાઈલોને રોકવા માટે એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. 

ઈરાનના સુપ્રીમ લીડરે શું કર્યુ આહ્વાન

આ દરમયાન ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ દેશવાસીઓને એક સંદેશો મોકલ્યો છે. તેમણે દુશ્મનોની સુરક્ષા છીનવી લેવા આહ્વાન કર્યું છે. ખામેનેઈએ ઈઝરાયલના હુમલામાં ગુપ્તચર પ્રધાન ઈસ્માઈલ ખતીબના મૃત્યુ બાદ રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયનને મોકલેલા નિવેદનમાં આ ટિપ્પણી કરી છે. મોજતબા ખામેનેઈને સુપ્રીમ લોડર બનાવાયા બાદ તેઓ જાહેરમાં દેખાયા નથી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા તથા ઈઝરાયલના સંયુક્ત હુમલામાં તેના પિતાનું મૃત્યુ થયું હતું.