Wed Apr 29 2026

Logo

શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ ટ્ર્મ્પનું પહેલનું નિવેદન, અમેરિકાએ ચીન શા માટે ધમકી આપી?

Newyork   2026-04-12 12:42:00
Author: v
Article Image

ન્યૂ યોર્કઃ ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ રહી છે. ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન પ્રકાશમાં આવ્યું હતું. આ બેઠક પહેલા પણ ટ્ર્મ્પે કહ્યું હતું કે, જો શાંતિ મંત્રણા નિષ્ફળ રહી તો ફરી ઈરાન પર હુમલો કરવામાં આવશે. અત્યારે નિવેદન આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ચીન ઈરાનને શસ્ત્રો પૂરા પાડવાની તૈયારી કરી રહ્યું છે તેવા અહેવાલો મળ્યાં છે. જો ચીન આવી કાર્યવાહી ચાલુ રાખશે, તો તે તેમના માટે અત્યંત નુકસાનકારક રહેશે. 

ચીન ઈરાનને હવાઈ સંરક્ષણ પ્રણાલી મોકલવાની તૈયારી કરે છે?

શાંતિ મંત્રણા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ચીનને કડક ચેતવણી આપી છે. નિવેદનના વાત કરવામાં આવે તો, ટ્ર્મ્પે કહ્યું કે, જો ચીન આવું કરશે, તો તેમને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીન ઈરાનને હવાઈ સંરક્ષણ પ્રણાલી મોકલવાની તૈયારી કરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએસ ગુપ્તચર સૂત્રોએ સંકેત આપ્યો છે કે બેઇજિંગ આગામી થોડા અઠવાડિયામાં તહેરાનને નવી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સપ્લાય કરવા માટે તૈયાર છે. જેથી ટ્રમ્પે ઈરાન સાથે હવે ચીનને પણ ધમકી આપી છે. 

શું અમેરિકા ઈરાનની હાલત યુક્રેન જેવી કરશે?

જો ચીન દ્વારા ઈરાનને હથિયારો આપવામાં આવે છે તો આ યુદ્ધ હજી વધારે ઉગ્ર અને વિનાશકારી બની શકે છે. જેવી રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું અને યુક્રેનની હાલત ખરાબ થઈ તેવી રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે પણ થઈ શકે છે. અમેરિકા દ્વારા ઈરાનને મોટી ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ ઈરાન પાછી પાની કરવા માટે તૈયાર નથી. ઈરાને પણ કહ્યું કે, જો અમેરિકા દ્વારા ફરી હુમલો કરવામાં આવશે તો તેઓ તેનો જવાબ આપશે અને અમેરિકા પર મોટો હુમલો કરશે.

શાંતિ મંત્રણા અંગે ટ્રમ્પનું નિવેદનઈરાને અમેરિકાને જવાબદાર ગણાવ્યું

એકબાજું શાંતિ મંત્રણા નિષ્ફળ રહી અને હવે અમેરિકા પણ ધમકીઓ આપવા લાગ્યું છે. શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ તેમાં ઈરાને અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. જો કે, આ દરેક સ્થિતિમાં વિશ્વના અન્ય દેશો ચિંતિત છે. કારણ કે, ઈરાને હોર્મુઝને ખોલવાની ચોખ્ખી ના પાડી દીધી છે. હોર્મુઝ એવો દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વના 20 ટકા માલની આયાત-નિકાસ કરવામાં આવે છે.