તેહરાનઃ ઈઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન પર કરેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત થયું છે. તેના મોતને લઈ ચોંકાવનારી વિગત સામે આવી છે. ઈઝરાયલે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અન્ય ટોચના ઈરાની અધિકારીઓના બોડીગાર્ડ્સને ટ્રેક કરવા માટે તેહરાનના વિશાળ ટ્રાફિક કેમેરા નેટવર્કને હેક કર્યું હતું. આ બાબતનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે.
રિપોર્ટ અનુસાર, એવું માનવામાં આવે છે કે ઈરાનના આ કેમેરા સરકારી સર્વેલન્સ સિસ્ટમનો એક ભાગ છે, જેના દ્વારા તેઓ પ્રદર્શનકારીઓ અને સરકાર વિરોધીઓની ઓળખ કરી તેમનો પીછો કરી શકે છે. પરંતુ મોસાદ (ઈઝરાયલી ગુપ્તચર એજન્સી) આ સિસ્ટમનો ઉપયોગ સરકારની વિરુદ્ધ કરવામાં સફળ રહી હતી.
મોસાદે કેમેરા હેક કર્યા
ઇઝરાયલને વર્ષો પહેલા કેમેરાનું એક્સેસ મળી ગયું હતું અને તેમણે જોયું કે એક ખાસ કેમેરો એવા એન્ગલ પર લગાવવામાં આવ્યો હતો કે જેનાથી ખબર પડતી હતી કે ખામેનેઇની સુરક્ષા ટીમના સભ્યો તેમની કાર ક્યાં પાર્ક કરે છે. આ કેમેરાઓ દ્વારા ઇઝરાયેલી ઇન્ટેલિજન્સે ગાર્ડ્સના સરનામાં, તેમના કામનું શિડ્યુલ અને તેઓ કોની સુરક્ષા માટે તૈનાત છે, તે અંગેની ફાઇલો તૈયાર કરી હતી.
રિપોર્ટ અનુસાર, ઇઝરાયલ અને અમેરિકાએ ખામેનેઈનું જ્યાં મોત થયું હતું તેવી તેહરાનની પાશ્ચર સ્ટ્રીટ પર સેલ્યુલર સર્વિસ પણ રોકી દીધી હતી. ઇઝરાયેલે ઇરાનના નેતૃત્વ અને તેમની ગતિવિધિઓ પર એકત્રિત થઈ રહેલા ડેટાને ફિલ્ટર કરવા માટે AI ટૂલ્સ અને અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો હતો.
આનાથી તેમને શનિવારની મીટિંગ સુધી ખામેનેઇને ટ્રેક કરવામાં મદદ મળી હતી. મોસાદ અને CIAને ખાતરી હતી કે વરિષ્ઠ અધિકારીઓ મીટિંગ માટે જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CIA પાસે એક બાતમીદાર પણ હતો જેણે મહત્વની ગુપ્ત માહિતી આપી હતી.

કોણ હતા ખામેનેઈ?
મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલની હિંસક અને વિસ્તારવાદી નીતિઓમાં ઈરાન હંમેશા અવરોધરૂપ માનવામાં આવે છે. 86 વર્ષીય ઈસ્લામિક વિદ્વાન અયાતુલ્લા અલી ખામેનેઈ આનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ 1989થી ઈરાનના સુપ્રીમ લીડર હતા. તેમણે આ પદ પર ઈરાની ઈસ્લામિક રિપબ્લિકના સ્થાપક અયાતુલ્લા રુહોલ્લાહ ખામેનેઈનું સ્થાન લીધું હતું.
ખામેનેઈ 1979ની ઈરાની ક્રાંતિ દરમિયાન દેશનિકાલમાંથી પરત ફર્યા હતા અને તેમણે અમેરિકા સમર્થિત શાહ મોહમ્મદ રઝા પહેલવીની સત્તાનો અંત આણ્યો હતો. ઈરાનમાં સુપ્રીમ લીડર તરીકે ખામેનેઈ પાસે સરકારની તમામ શાખાઓ, સેના અને ન્યાયતંત્ર પર અંતિમ સત્તા હોય છે. આ સાથે જ તેમને દેશના ધાર્મિક અને આધ્યાત્મિક નેતા પણ માનવામાં આવતા હતા.
ખામેનેઈના પશ્ચિમના દેશો સાથે નહોતા સુમેળભર્યા સંબંધ
પોતના શાસનકાળ દરમિયાન ખામેનેઈના પશ્ચિમના દેશો સાથે સુમેળભર્યા સંબંધ રહ્યા નહોતા. આ દરમિયાન ઈરાન પર અનેક કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા અને દેશના અર્થતંત્ર તથા અધિકારોના મુદ્દાને લઈ પણ વિરોધ પ્રદર્શન થયા હતા. અયાતુલ્લા અલી ખામેનેઈને અનેક વખત અમેરિકાને ઈરાનના નંબર વન દુશ્મન ગણાવી ચુક્યા હતા. જ્યારે ઈઝરાયલને પણ તેનું નજીકનું માનતા હતા. ખામેનેઈની તાકાતનો એક મહત્વનો આધાર ઈરાનની બે મુખ્ય સુરક્ષા સંસ્થાઓ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને બસીજ મિલિટ્રી ફોર્સની વફાદારી હતી.