Sun Apr 12 2026

Logo

ઈરાને અઠવાડિયા પછી ખુલ્યો હોર્મુઝ જળમાર્ગ, સંકટનો અંત અને શિપિંગ શરૂ!

Tehran   2026-03-07 20:18:00
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ ઈરાને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હતો અને દુનિયાભરના દેશના શ્વાસ અટકી ગયા હતા. એ જળમાર્ગ હવે ઈરાને દુનિયાના દેશ માટે ખોલી નાંખ્યો છે. ઈરાની રાષ્ટ્રપતિના એક નિવેદને એ હજારો કાર્ગો જહાંજનો રસ્તો ખોલી દીધો હતો. જે જળમાર્ગ છેલ્લા એક અઠવાડિયાથી બંધ કરાયો હતો. આ ક્રિકની આસપાસ મોટી સંખ્યામાં માલવાહક જહાંજને મોટી બ્રેક લાગી હતી. એક બાજુ પાડોશી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ કમર તોડ રીતે વધ્યા છે એવામાં આ જળમાર્ગ ખુલી જતા મોટી રાહત થવાની છે. 

ઈરાનનો ગુસ્સો ઓસર્યો

ઈરાની રાષ્ટ્રપતિ મસુદગ પેજેશકિયને સ્પષ્ટતા કરી છે કે, અમારો ઈરાદો કોઈપણ પાડોશી દેશને નુકસાન પહોંચાડવાનો કે પાડોશી દેશ પર હુમલો કરવાનો નથી. પાડોશી રાષ્ટ્રની માફી માગતા કહ્યું કે, જંગમાં તેઓ અમેરિકાનો સાથ નહીં આપે તો કોઈ પ્રકારનો હુમલો ઈરાન કરશે નહીં. આ નિવેદનની અસર એ થઈ કે, દુનિયાનો સૌથી ખતરનાક અને તેલ વ્યાપાર માટે સૌથી અગત્યનો જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ હતો તે ખોલી દેવાયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હવે શીપના હોર્ન પડઘાઈ રહ્યા છે. ડ્રોન અને મિસાઈલ હુમલાને કારણે ખરા અર્થમાં હોટ સ્પોટ બનેલી ક્રિકમાંથી હવે જહાંજ પસાર થશે.

હવે મોટી રાહત થશે

પશ્ચિમ એશિયા સાથે વેપાર કરતા તમામ દેશને હવે મોટી રાહત થશે. બીજી તરફ ખાડીના દેશમાંથી આવતો કે ત્યાંથી રવાના થતો જીવન જરૂરી સામાન પણ ક્યાંય અટવાશે નહીં. કરોડો ડૉલરનો વ્યાપાર અને લાખો લોકોની જીવનજરૂરી વસ્તુઓ સાથે જોડાયેલો આ નિર્ણય છે. ઈરાની રાષ્ટ્રપતિના આ એલાન બાદ જહાંજની આવ-જા ફરી શરૂ થઈ રહી છે. પહેલા કોમર્શિયલ વ્હીકલને રવાના કરાશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાંજની પહેલી ખેપ રવાના થઈ ચૂકી છે. તેલની કોઈ અછત હવે કોઈ રીતે ઊભી નહીં થાય. જોકે, રૂટ પર હવેથી દિવસ-રાત જહાંજનું પરિવહન શરૂ થશે.