તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને હિંદ મહાસાગરમાં અલ્વાન્ડ ડિસ્ટ્રોયર તૈનાત કર્યું છે. અમેરિકાએ ઇરાનને 15 દિવસની ચેતવણી આપી છે. જેના જવાબમાં ઈરાનને આ પગલું ભર્યું છે. અલ્વાન્ડ ડિસ્ટ્રોયર (Alvand Destroyer)એ ઈરાન નૌકાદળનું એક શક્તિશાળી યુદ્ધ જહાજ છે.જેણે તાજેતરમાં રશિયા સાથેના સંયુક્ત નૌકાદળ ઓપરેશનમાં હિસ્સો લીધો હતો.
ઈરાન પીછેહઠ કરવા તૈયાર નથી
આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારના વિવાદના લીધે તણાવ વધ્યો છે. જેના પગલે અમેરિકાએ ઈરાનને ટાર્ગેટ બનાવીને F-35 અને F-16 જેવા શક્તિશાળી ફાઇટર જેટ અને USS ગેરાર્ડ ફોર્ડ એર કેરિયર જેવા શસ્ત્રો તૈનાત કર્યા છે. તેમજ અનેક યુદ્ધ જહાજ ઈરાન તરફ આગળ વધારવામાં આવી રહ્યા છે. જોકે, ઈરાન પીછેહઠ કરવા તૈયાર નથી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગને થોડા સમય માટે બંધ કરી દીધો હતો
ઈરાની સૈન્યની વેબસાઇટ પરના એક અહેવાલને ટાંકીને પ્ર્કાશમાં આવેલા અહેવાલમાં ઈરાની સૈન્ય, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) અને રશિયન સ્પેશિયલ ઓપરેશન ટીમોએ એક કવાયત દરમિયાન હાઇજેક કરાયેલા જહાજને મુક્ત કરવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું.
અહેવાલમાં જણાવાયું છે કે આ કવાયતમાં ઈરાનના અલ્વાન્ડ ડિસ્ટ્રોયર, મિસાઇલ-લોન્ચિંગ યુદ્ધ જહાજો, હેલિકોપ્ટર, લેન્ડિંગ ક્રાફ્ટ, સ્પેશિયલ ઓપરેશન ટીમો અને કોમ્બેટ સ્પીડબોટ્સ સામેલ હતા. આ કવાયત આ અઠવાડિયાની શરૂઆતમાં હોર્મુઝ ક્ષેત્રમાં IRGC દ્વારા કરવામાં આવેલી કવાયત પછી થઈ હતી. જેણે વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગને થોડા સમય માટે બંધ કરી દીધો હતો.
પરમાણુ કાર્યક્રમ પર કરાર કરવા માટે 10 થી 15 દિવસનો સમય
આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે ઈરાન પાસે તેના પરમાણુ કાર્યક્રમ પર કરાર કરવા માટે 10 થી 15 દિવસનો સમય છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે આ સમયમર્યાદા પછી ખૂબ જ ખરાબ વસ્તુઓ થશે. મને લાગે છે કે તે ઘણો લાંબો સમય ચાલશે.
તેમજ ગત સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ યુએસએસ ગેરાર્ડ આર. ફોર્ડને મધ્ય પૂર્વમાં તૈનાત કરવાનો આદેશ આપ્યો. જેનાથી આ ક્ષેત્રમાં તૈનાત યુએસએસ અબ્રાહમ લિંકન અને તેની સાથે ગાઈડેડ-મિસાઇલ તેને વધુ મજબુતી આપે છે.