તહેરાન: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આજે યુદ્ધનો 35મો દિવસ છે. જેમાં ઈરાને અમેરિકાના બીજા યુએસ F-35 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. ઈરાનના ખાતમ અલ-અંબિયા મુખ્યાલયના પ્રવક્તાએ જાહેરાત કરી કે ઈરાનની નવી એર ડિફેન્સ સિસ્ટમે મધ્ય ઈરાનમાં F-35 સ્ટીલ્થ ફાઇટર જેટને તોડી પાડ્યું છે.
અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટો ફટકો
આ અંગે ઈરાની સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "મધ્ય ઈરાનમાં IRGCની નવી એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા બીજા યુએસ F-35 જેટને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાને અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. F-35 ને વિશ્વનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર માનવામાં આવે છે. જેની કિંમત આશરે 100 મિલિયન ડોલર એટલે કે આશરે ₹850 કરોડ છે. ઈરાનનો દાવો છે કે તેની નવી સ્વદેશી રીતે વિકસિત એર ડિફેન્સ સિસ્ટમે આ 'અદ્રશ્ય' જેટને સફળતાપૂર્વક ટ્રેક કરી તોડી પાડ્યું છે.
More photos from the downed US F-35 fighter jet in central Iran
— Press TV 🔻 (@PressTV) April 3, 2026
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/Y7LKBoCnsR
અમેરિકન સેનાએ આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી
ઈરાનના આ દાવાને પ્રમાણિત કરતો એક વિડીયો પણ પ્રકાશમાં આવ્યો છે. જેમાં જેમાં એક મિસાઈલ વાદળોમાંથી પસાર થઈને F-35 તરફ આગળ વધતી જોઈ શકાય છે. IRGC એ જણાવ્યું હતું કે આ તેમની નવી એર ડિફેન્સ સિસ્ટમની સફળતા છે. જે અમેરિકન સ્ટીલ્થ ટેકનોલોજીને પણ પડકારવામાં સક્ષમ છે. જોકે, અમેરિકન સેનાએ હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.