Mon Oct 05 2026

Logo
IPL 2026:

'હિટમેન' ફરત ફરશે? GT સામેની મેચ પહેલા રોહિત શર્માની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

2026-04-20 15:51:53
Author: Savan Zalariya
'હિટમેન' ફરત ફરશે? GT સામેની મેચ પહેલા રોહિત શર્માની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં મુંબઈ ઇન્ડિયન્સ(MI)નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, ટીમ 5માંથી માત્ર એક મેચ જીતી શકી છે. આજે સોમવારે MI અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગુજરાત ટાઈટન્સ સામે મેચ રમશે, એ પહેલા MIના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ રોહિત શર્મા અને ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનરની ફિટનેસ અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે.

RCB સામેની મેચમાં રોહિત શર્માને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી, ત્યાર બાદ તે પંજાબ કિંગ્સ સામેની મેચ રમી શક્યો ન હતો.  

GT સામેની મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં પારસ મ્હામ્બ્રેએ જણાવ્યું હતું કે રોહિત શર્મા અને સેન્ટનર બંને ફિટ છે. રોહિતે નેટમાં બેટિંગ કરી હતી, તે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. બીમાર હોવાને સેન્ટનર PBKS સામેની મેચ રમી શક્યો ન હતો, પણ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે.

રોહિતના રમવા અંગે સસ્પેન્સ:

આ બંને દિગ્ગજ ખેલાડીઓનું સ્વસ્થ થવું મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે માટે રાહતની વાત છે. જોકે, રોહિત આજે રમશે કે નહીં એ અંગે સ્પષ્ટતા થઇ શકી નથી. રોહિતે PBKS સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરી હતી, પરંતુ કેપ્ટન હાર્દિકે ટોસ સમયે કહ્યું હતું કે રોહિત "એક કે બે મેચ ચૂકી શકે છે." 

IPL 2026ના પોઈન્ટ ટેબલમાં MI છેલ્લા ક્રમે છે, રોહિત ટીમમાં પરત ફરે તો આજે GT સામે MIને નવો જોશ મળી શકે છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ક્વિન્ટન ડી કોકને તક આપી હતી, જેમણે પહેલી મેચમાં સદી ફટકારી હતી. જો રોહિત પરત ફરે, તો ડી કોક અને રીકેલ્ટન માંથી કોઈ એકને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે.