નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનના છઠ્ઠા મુકાબલામાં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રનથી ધૂળ ચટાવી હતી. સીઝનની પ્રથમ જીત સાથે સનરાઈઝર્સે બે પોઈન્ટ મેળવ્યા છે, જ્યાં સળંગ બે મેચ હારવાની સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં નીચે સરક્યું છે. ગુજરાતને પણ નુકસાન થયું છે અને છઠ્ઠા ક્રમેથી ખસીને સાતમા ક્રમે પહોંચી ગયું છે.
પોઈન્ટ ટેબલમાં ક્યાં છે સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સથી ઉપર પહોંચી ગઈ છે. હૈદરાબાદ 2 મેચમાં 1 જીત્યું અને 1 હાર્યું છે. +0.469ના નેટ રન રેટ સાથે હૈદરાબાદ છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સતત બીજી મેચ હાર્યું હતું. જેના કારણે તે નવમા ક્રમે પહોંચી ગયું છે. ટીમનો નેટ રન રેટ -1.964નો છે. 10મા સ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ છે. જેનો નેટ રન રેટ -4.171 છે. ગુજરાત ટાઈટન્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ તથા અન્ય બે ટીમો પ્રથમ મેચ હાર્યા છે. ગુજરાત -0.509 અને લખનઊ -1.397 નેટ રન રેટ સાથે ક્રમશઃ 7મા અને 8મા સ્થાન પર છે.
પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 2-2 પોઈન્ટ છે. સૌથી સારો નેટ રન રેટ રાજસ્થાનનો છે. +4.171 નેટ રન રેટ સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં મોખરે છે. +2.907 નેટ રન રેટ સાથે આરસીબી બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે દિલ્હી કેપિટલ્સ છે, તેનો નેટ રન રેટ +1.397 છે. મુંબઈ ઈન્ડિયન્સ +0.687 નેટ રન રેટ સાથે ચોથા, પંજાબ કિંગ્સ +0.509 નેટ રન રેટ સાથે પાંચમા અને સનરાઈઝર્સ + 0.469 નેટ રન રેટ સાથે છઠ્ઠા ક્રમે છે.
IPL 2026માં આજે કોનો છે મુકાબલો
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 19માં આજે સાતમો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે છે. આ મેચ ચેન્નઈમાં રમાશે