Wed Oct 07 2026

Logo

ટીમ ઈન્ડિયામાંથી જસપ્રીત બુમરાહ બહાર? ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા BCCIનો મોટો નિર્ણય!

2026-10-07 19:28:02
Author: Mumbai Samachar Team
ટીમ ઈન્ડિયામાંથી જસપ્રીત બુમરાહ બહાર? ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા BCCIનો મોટો નિર્ણય!

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ T20 મેચ સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક લાંબા બ્રેક બાદ ભૂવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઈ છે ત્યારે બુમરાહના ચાહકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. બન્ને ટીમ વચ્ચે આ મહિનાની 22મી તારીખથી સિરીઝ શરૂ થઈ રહી છે. શ્રેયસ ઐય્યરના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમમાં અનેક એવા ચહેરા કમબેક કરી રહ્યા છે. પણ ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં જસપ્રીત બુમરાહનું નામ નથી. આ સિરીઝમાં બુમરાહ નથી રમી રહ્યો. એશિયન ગેમ્સમાં જ્યારે ટીમ ઈન્ડિયા રમવા માટે પહોંચી એ ટીમમાં બુમરાહે મસ્ત પર્ફોમ કર્યું હતું. 

ફેન્સ માટે ચોંકાવનારૂ

હવે સવાલ એ થઈ રહ્યો છે કે, બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે તો તે લિમિટેડ ઓવરની સિઝનમાં કેમ નથી રમી રહ્યો? શું ન્યૂઝીલેન્ડ સામે આગામી વનડે સિરીઝમાં નહીં રમે? 7મી ઑક્ટોબરે આ માટેની ટીમની યાદી જાહેર થવાની હતી પણ હવે આ તારીખમાં ફેરફાર કરાયો છે અને એમાં હવે મોડું થઈ શકે છે. 

બુમરાહ લિમિટેડ ઓવરની મેચ ન રમતા ફેન્સ ચોંકી ગયા છે. પણ સ્ક્રિન પાછળની વાત એવી છે કે, બુમરાહ BCCIના વર્કલોડને મેનેજ કરી રહ્યો છે. વર્લ્ડકપ 2027માં શરૂ થનારી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં હવે 1 વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં ટીમ મેનેજમેન્ટ એવું નહીં ઈચ્છે કે, કોઈ બાયલેટરલ સિરીઝમાં ઈજાગ્રસ્ત થઈ જાય. બુમરાહ છેલ્લા કેટલાક સમયથી ઈજાગ્રસ્ત થવાને કારણે ગેમથી દૂર રહ્યો હતો. ટીમ ઈન્ડિયામાં સૌથી સફળ બોલર તરીકે બુમરાહનું નામ પહેલા ક્રમે છે. 

એક્સ ફેક્ટર સાબિત થશે

વર્લ્ડકપમાં તે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. એવામાં હવે આશા એવી રાખવામાં આવી રહી છે કે, તૈયારીઓમાં કોઈ કચાશ નહીં રહે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તે રમતો જોવા મળશે અને ફરી એની બોલિંગનો તરખાટ બેટરને નાકે દમ લાવી દેશે. આ માટે જ વેસ્ટઈન્ડિઝ સામેની સિરીઝમાં એને આરામ આપવામાં આવ્યો છે. 

બીજી ગણતરી એવી પણ કરવામાં આવી રહી છે કે, હાલમાં બુમરાહને આરામ આપીને ટીમ મેનેજમેન્ટ આગામી કોઈ મોટી ટુર્નામેન્ટ માટે કેટલાક બોલરને રિઝર્વ રાખે. પછી ટીમની પસંદગી કરવામાં આવે એ સમયે એની પાસે બીજા કેટલાક વિકલ્પો હોય. આ વાત એવા સમયે સામે આવી રહી છે જ્યારે વેસ્ટઈન્ડિઝ સામે ટીમ દમદાર રીતે રમી રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશને હરીફ ટીમના બોલરને હંફાવી દીધા હતા.