Wed Oct 07 2026

Logo

શાનદાર ડેબ્યૂ પછી નમન ધીરે આપી મોટી પ્રતિક્રિયા બોલિંગથી ખુશ પણ...

2026-10-07 19:05:43
Author: Mumbai Samachar Team
શાનદાર ડેબ્યૂ પછી નમન ધીરે આપી મોટી પ્રતિક્રિયા બોલિંગથી ખુશ પણ...

લખનઉઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર ડેબ્યૂ કરનાર ભારતના ઓલરાઉન્ડર નમન ધીર બોલિંગમાં યોગદાન આપવાને લઈને ખુશ છે.  જોકે તે હજુ પણ બેટિંગમાં સારી તક મળે તેની રાહ જોઈ રહ્યો છે .

પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં નમને પોતાની ઓફ-સ્પિન બોલિંગથી 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેનાથી ભારતને વેસ્ટ ઈન્ડિઝને 171 રનમાં ઓલઆઉટ કરવામાં મદદ મળી હતી. કેપ્ટન શ્રેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય સદી (43 બોલમાં અણનમ 102) ની મદદથી ભારતે 14.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

નમને મંગળવારે અહીં મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "હું હજુ પણ બેટિંગમાં મારા તકની રાહ જોઈ રહ્યો છું અને જો મને તક મળે તો હું ખુશ થઈશ. પરંતુ હું ખુશ છું કે હું બોલિંગમાં યોગદાન આપી શક્યો અને ટીમ જીતી ગઈ."

તેણે કહ્યું હતું કે ," આજે મારી પહેલી વિકેટ મેળવવી મારા માટે એક સિદ્ધિ હતી પરંતુ તે મારી યોજનાઓને અમલમાં મૂકવા વિશે પણ છે. પિચ પર મારે થોડી ધીમી બોલિંગ કરવાની જરૂર હતી, જે અંતે કામ કરી ગઈ. હું લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો છું.  એવું નથી કે મેં હમણાં જ શરૂઆત કરી છે.