Wed Oct 07 2026

Logo

અજિત અગરકરની વિદાય અંગે ગંભીરે મૌન તોડ્યુંઃ કહ્યું, તમારી સાથે કામ કરવું ગર્વની વાત...

2026-10-07 19:54:44
Author: Mumbai Samachar Team
અજિત અગરકરની વિદાય અંગે ગંભીરે મૌન તોડ્યુંઃ કહ્યું, તમારી સાથે કામ કરવું ગર્વની વાત...

નવી દિલ્હીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે પૂર્વ ચીફ સિલેક્ટર અજિત અગરકરની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે "ઇતિહાસ તમારા યોગદાનને યાદ રાખશે." ગંભીરે કહ્યું હતું કે ટીમને વ્યક્તિગત હિતોથી ઉપર રાખવાની અગરકરના વિચારે ભારતને તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ આઈસીસી ટ્રોફી જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અગરકરનો કાર્યકાળ ગયા મહિને સમાપ્ત થયો હતો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ મંગળવારે મુખ્ય પસંદગીકારના પદ માટે અરજીઓ મંગાવી હતી. આ પહેલા અને અઠવાડિયાથી અટકળો ચાલી રહી હતી કે અગરકરના કાર્યકાળને વધારવામાં આવશે કે નહીં.

ગંભીરે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે "પ્રિય અજિત ભાઈ, તમારી સાથે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ત્રણ આઈસીસી ટ્રોફી મારા પરના તમારા વિશ્વાસનો પુરાવો છે, હંમેશા ટીમને પ્રથમ સ્થાન આપ્યું છે. મારે કહેવું જ જોઇએ કે ઇતિહાસ તમારા યોગદાનને યાદ રાખશે. દરેક વસ્તુ માટે આભાર. તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી હાર્દિક શુભેચ્છાઓ." 

અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતે 2024 અને 2026ના ટી-20 વર્લ્ડ કપ તેમજ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેમના કાર્યકાળમાં ટીમમાં પરિવર્તનનો સમયગાળો પણ જોવા મળ્યો, જેમાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

અગરકરને કડક નિર્ણય લેનારા પસંદગીકાર માનવામાં આવતા હતા અને તેમણે કોહલી અને રોહિત 2027ના વન-ડે વર્લ્ડ કપ યોજનાઓનો ભાગ હતા કે કેમ તે અંગે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.