Sun Jun 28 2026

Logo

દિલ્હી, ઉત્તરાખંડમાં આતંકી હુમલાનું એલર્ટ, ધાર્મિક જગ્યાઓ અને સરકારી કચેરીઓની વધારાઇ સુરક્ષા

2026-06-28 08:21:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકાર અને નિહંગો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક ઈમેલમાં દિલ્હી અને ઉત્તરાખંડના ઘણા મંદિરોની સાથે સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશનો અને પોલીસને નિશાન બનાવીને આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હી અને ઉત્તરાખંડ માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે, જેના અંતર્ગત ખાસ ધાર્મિક સ્થળો, સરકારી જગ્યાઓ અને પોલીસ મથકો પર કડક નજર રાખવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા મેસેજમાં કથિત રીતે કેટલાક રાજકીય નેતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. આ એલર્ટ બાદ દિલ્હી અને ઉત્તરાખંડ પોલીસ તેમજ કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેતીના ભાગરૂપે સંવેદનશીલ અને વધુ ભીડભાડવાળી જગ્યાઓ પર સુરક્ષા વ્યવસ્થાની તપાસ શરૂ કરી દીધી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ખાસ ધાર્મિક સ્થળો, ટ્રાન્સપોર્ટ હબ (વાહનવ્યવહારના કેન્દ્રો) અને સરકારી ઇમારતો પર સુરક્ષાકર્મીઓની તૈનાતી વધારી દેવામાં આવી છે, જ્યારે સ્થાનિક પોલીસને એલર્ટ રહેવા અને પેટ્રોલિંગ તેજ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, દિલ્હી પોલીસે આ ઈમેલ સાચો છે કે ખોટો તે જાણવા માટે પણ તપાસ શરૂ કરી દીધી છે. સાયબર એક્સપર્ટ્સ આ મેસેજના ડિજિટલ ટ્રેલ (ક્યાંથી મોકલવામાં આવ્યો તેની વિગતો) શોધી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, હજુ સુધી સંભવિત હુમલાના સમય કે ચોક્કસ જગ્યા વિશે કોઈ ખાસ માહિતી મળી નથી. સાથે જ તેમણે ઉમેર્યું કે, એલર્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વસ્તુ, પ્રવૃત્તિ કે વ્યક્તિ વિશેની માહિતી તરત જ પોલીસને આપે. સાથે જ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા સમાચારો અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા પણ અપીલ કરાઇ છે. અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સતર્ક છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

: ઉત્તરાખંડ સરકાર અને નિહંગો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક ઈમેલમાં દિલ્હી અને ઉત્તરાખંડના ઘણા મંદિરોની સાથે સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશનો અને પોલીસને નિશાન બનાવીને આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હી અને ઉત્તરાખંડ માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે, જેના અંતર્ગત ખાસ ધાર્મિક સ્થળો, સરકારી જગ્યાઓ અને પોલીસ મથકો પર કડક નજર રાખવામાં આવી રહી છે.