Fri Apr 17 2026

Logo

સાવધાન! જો તમે ઈન્ડક્શન પર રસોઈ બનાવો છો, તો આ વસ્તુઓ તરત જ દૂર કરી દેજો; નહીંતર થશે...

2026-04-09 18:15:49
Author: Darshana Visaria
Article Image

Gemini AI Generated


એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે જો તમે પણ રસોડામાં ઇન્ડક્શન કૂકટોપનો ઉપયોગ શરૂ કર્યો છે, તો આ માહિતી તમારા માટે અત્યંત મહત્વની છે. ઇન્ડક્શન કૂકટોપ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પર કામ કરતું હોવાથી તેના સંપર્કમાં આવતા તમારા મોંઘા ગેજેટ્સને મોટું નુકસાન થઈ શકે છે. આજે આપણે અહીં આ સ્ટોરીમાં એ વિશે જ વાત કરવાના છીએ. 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલાં સંઘર્ષને કારણે એલપીજીની અછતને કારણે અચાનક ઈન્ડક્શન ગેસ ચર્ચામાં આવી ગયા છે. જોકે, આ ઈન્ડક્શનનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ઈન્ડક્શન ગેસનો ઉપયોગ કરતી વખતે તમારા સ્માર્ટફોન અને સ્માર્ટવોચ જેવા ગેજેટ્સને તેનાથી પૂરતા અંતરે રાખવા જોઈએ. ચાલો જાણીએ કે આખરે કયા છે આ ગેજેટ્સ કે જેને તમારે ઈન્ડક્શનથી ખાસ દૂર રાખવા જોઈએ...

સ્માર્ટફોન: 

જી હા, આપણામાંથી ઘણા લોકોને એવી આદત હોય છે કે રસોઈ બનાવતી વખતે રેસિપી જોવા માટે મોબાઈલ ફોનને ઇન્ડક્શનની બાજુમાં મૂકી રાખે છે, પરંતુ આવું કરવું સદંતર અયોગ્ય છે. મોબાઈલ ફોનને ઈન્ડક્શન ગેસની બાજુમાં રાખવાથી તેના ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી ફોનના સેન્સર અને મધરબોર્ડ ખરાબ થઈ શકે છે.

સ્માર્ટવોચ: 

સ્માર્ટ ફોનની સાથે સાથે સ્માર્ટ વોચને પણ રસોઈ કરતી વખતે ઈન્ડક્શન ચુલાથી દૂર રાખવી જોઈએ. રસોઈ બનાવતી વખતે સ્માર્ટવોચ પહેરી રાખવી જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેના નાજુક ભાગો ઈન્ડક્શનના સંપર્કમાં આવતા ખરાબ થઈ શકે છે.

પાવર બેંક: 

પાવર બેંકમાં સર્કિટ આવેલી હોય છે અને જો આ પાવર બેંકને ઈન્ડક્શન ચુલાની બાજુમાં રાખવામાં આવે તો આવી સ્થિતિમાં તેમાં પણ ખામી સર્જાઈ શકે છે એમાં પણ ખાસ કરીને જો તમારી પાસે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી પાવર બેંક હોય તો નુકસાનનું જોખમ વધી જાય છે.

વાયરલેસ ઈયરબડ્સ: 

આજકાલ જમાનો વાયરલેસ ઈયરબડ્સનો છે, પરંતુ ઈયરબડ્સને ઈન્ડક્શન ગેસની બાજુમાં રાખવાનું ટાળવું જોઈએ. ઈયરબડ્સના ઇન્ટરનલ પાર્ટ્સને પણ ઇન્ડક્શનના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી ખતરો રહેલો છે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ: 

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડને પણ ઈન્ડક્શન ચુલાથી દૂર રાખવું જોઈએ. આ સાંભળવામાં અજીબ લાગી શકે છે, પરંતુ કાર્ડ્સ પર લાગેલી મેગ્નેટિક સ્ટ્રિપ ઇન્ડક્શનના સંપર્કમાં આવતા ખરાબ થઈ શકે છે, જેના કારણે તમારા કાર્ડ કામ કરવાનું બંધ કરી શકે છે.

 છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.