Sun Sep 06 2026

Logo

દિલ્હીથી માન્ચેસ્ટર જતી ઈન્ડિગો ફ્લાઇટ 7 કલાક હવામાં રહ્યા બાદ પરત ફરી! જાણો શું છે કારણ

2026-03-09 15:35:00
Author: Savan Zalariya
દિલ્હીથી માન્ચેસ્ટર જતી ઈન્ડિગો ફ્લાઇટ 7 કલાક હવામાં રહ્યા બાદ પરત ફરી! જાણો શું છે કારણ

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે એવિએશન સેક્ટરને માઠી અસર પહોંચી છે, સાવચેતીના ભાગ રૂપે ગલ્ફ દેશોએ એર સ્પેસ બંધ કરી છે, જેની અસર ભારતીય મુસાફરો પર પડી રહી છે. એવામાં અહેવાલ છે કે દિલ્હીથી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને લગભગ સાત કલાક હવામાં સફર કર્યા બાદ દિલ્હી પરત ફરી રહી છે. 

ફ્લાઇટ ટ્રેકિંગ સર્વિસ આપતી ફ્લાઇટરડાર24 ડેટા અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ 6E33 એ ઇથોપિયા અને એરિટ્રિયાની સરહદ નજીક યુ-ટર્ન લીધો હતો અને હવે તે દિલ્હી પરત ફરી રહી છે.

એહવાલ મુજબ આ વિમાને સોમવારે વહેલી સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું હતું. વિમાન યુકેના માન્ચેસ્ટર શહેર જઈ રહ્યું હતું, 26 ફેબ્રુઆરી પછી ઇન્ડિગોની આ પહેલી દિલ્હી-માન્ચેસ્ટર ફ્લાઇટ હતી.

ગલ્ફ પ્રદેશને બદલે આ ફ્લાઈટ લાંબા રૂટથી જઈ રહી હતી,  વિમાને એડનના અખાત અને આફ્રિકાના કેટલાક ભાગો પરથી જવાનો માર્ગ અપનાવ્યો હતો, જેથી પશ્ચિમ એશિયાનોનું મોટાભાગનું એરસ્પેસ બાયપાસ કરી શકાય.

સામાન્ય સ્થિતિમાં ફ્લાઇટ લગભગ 11 કલાકમાં માન્ચેસ્ટર પહોંચવાની હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર વિમાન લગભગ સાત કલાક ઉડતું રહ્યું, પરંતુ વિમાને અચાનક યુ-ટર્ન લીધો. હવે વિમાન દિલ્હી પર ફરી રહ્યું છે.

ઈન્ડીગોન પ્રવક્તાએ જણાવ્યું, "પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે, દિલ્હીથી માન્ચેસ્ટર જતી અમારી ફ્લાઇટ 6E 033 છેલ્લી ઘડીના એરસ્પેસના પ્રતિબંધોને કારણે તેના મૂળ સ્થાન પર પરત ફરવાની ફરજ પડી છે,"