નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીની સત્ય નિકેતન વિસ્તારમાં અચાનક એક બિલ્ડિંગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. ભારે વરસાદ વચ્ચે તૂટી પડેલા બિલ્ડિંગમાં અનેક લોકોમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઇજા થઇ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.
ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે
આ ઘટનાની મળતી વિગતો મુજબ દિલ્હીના મોતી બાગ વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. જેની બાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે. આ બિલ્ડિંગ પાંચ માળની હતી. આ બિલ્ડિંગના કાટમાળમાં વિધાર્થીઓ દટાયા હોવાની આશંકા છે.
Delhiના સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી, અનેક દટાયાની આશંકા | Delhi Building Collapse
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 6, 2026
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. છેલ્લા 3 દિવસથી પડી રહેલા મુસળધાર વરસાદને કારણે એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ઈમારતમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને પીજી… pic.twitter.com/oF07QVXWh3
આ અંગે ઘટના જોનારાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગનું નામ, હોસ્ટેલ ડેઝ છે. જે બોયસ પીજી હતી. જે વિદ્યાર્થીઓ તેમના રૂમમાં હતા તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા છે.
કેટલાક વિદ્યાર્થીઓ અંદરથી ફોન કરી રહ્યા છે
આ અંગે ભાજપના ધારાસભ્ય અનિલ શર્માએ જણાવ્યું હતું કે "આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે અને આ બિલ્ડિંગમાં પીજીમાં રહે છે. એનડીઆરએફ અને એમસીડીએ પહેલાથી જ બે વિદ્યાર્થીઓને બચાવી લીધા છે. કેટલાક વિદ્યાર્થીઓ અંદરથી ફોન કરી રહ્યા છે અને એવું લાગે છે કે અન્ય લોકો ફસાયેલા છે તેથી બચાવ કામગીરી ચાલુ છે.