Mon Oct 05 2026

Logo

ચેન્નાઈમાં ટીવીકે  કાર્યકરની રોડ પર જાહેરમાં જ હત્યા, છ લોકોએ કર્યો હુમલો

2026-09-06 16:54:59
Author: Chandrakant Kanoja
ચેન્નાઈમાં ટીવીકે  કાર્યકરની રોડ પર જાહેરમાં જ હત્યા, છ લોકોએ કર્યો હુમલો

ચેન્નાઈ: તમિલનાડુના ચેન્નાઈમાં હાલમાં જ સત્તાધારી પક્ષ ટીવીકેમાં હાલમાં જ જોડાયેલો વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ચેન્નાઈના વાન્નંદુરાઈ વિસ્તારમાં વ્યકિત કન્નન પર છ વ્યક્તિઓના ટોળાએ હુમલો કર્યો હતો. 

મૃતક કન્નન હાલમાં સત્તાધારી પક્ષ ટીવીકેમાં જોડાયો હતો

આ અંગે મળતી માહિતી મુજબ મૃતક કન્નન હાલમાં સત્તાધારી પક્ષ ટીવીકેમાં જોડાયો હતો. આ હત્યાનો એક વીડિયો પણ પ્રકાશમાં  આવ્યો છે.આ  હત્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. 

સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓની શોધ 

આ અંગે પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટના અંગે કેસ  નોંધવામાં આવ્યો છે. તેમજ હાલ પાંચ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, મૃતક  કન્નનનો ગુનાહિત ઇતિહાસ પણ હતો. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓની શોધ કરી રહી છે. 

તીક્ષ્ણ હથિયારોથી અનેક ઘા કર્યા હતા

પોલીસે જણાવ્યું કે, શનિવારે રાત્રે ચેન્નાઈના બેસંત નગર વિસ્તારમાં એક ગેંગ દ્વારા કન્નન નામના વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. જ્યારે કન્નન  ઘરેથી નીકળીને રામાસ્વામી એવન્યુ પરની તેની ઓફિસ તરફ જઈ રહ્યો હતો. ત્યારે છ સભ્યોની ગેંગે તેના પર તીક્ષ્ણ હથિયારોથી અનેક ઘા કર્યા હતા.જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ  ઘટના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હત્યારાઓને પકડવા માટે પાંચ ખાસ ટીમો બનાવી

જેની બાદ પોલીસે કન્નનના મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. તેમજ હત્યારાઓને પકડવા માટે પાંચ ખાસ ટીમો બનાવી છે. તેમજ  સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગુનેગારોને ઓળખવાના પ્રયાસો તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા હતા.