Tue Jun 02 2026

Logo

ક્રૂડના કકળાટ વચ્ચે પેટ્રોલ વિના દોડશે બાઈક, કઈ રીતે તો જાણો ટેકનિક?

2026-06-02 22:43:37
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ દેશની સૌથીમોટી ટુ વ્હીલર કંપનીમાંથી એક એવી હીરો મોટોકોર્પે વૈકલ્પિક ફ્યુઅલ ટેક્નોલોજીની દિશામાં એક મોટું સાહસ કરવા જઈ રહી છે. કંપની દેશની પ્રથમ એવી બાઈક માર્કેટમાં લાવશે જે 100 ટકા ઈથેનોલ ફ્યુઅલ પર દોડશે. આ પગલું ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રે એ મોટી સિદ્ધિ સમાન બની રહેશે. આ ખાસ અવસર પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પૂરી તથા કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી પણ ખાસ ઉપસ્થિત રહેશે. 

ખૂબ જ એડવાન્સ બાઈક
અત્યાર સુધીમાં દેશમાં ફ્લેક્સ ફ્યૂલ ટેક્નોલોજીથી દોડથી બાઈક પ્રાપ્ય હતી.જે E20 થી E85ના કોમ્બિનેશન પર દોડે છે. પિકઅપની દ્રષ્ટિએ મોંઘીદાટ બાઈક લો કે સામાન્ય ફેમિલીને પરવડે એવી બાઈક, એમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો જ ઉપયોગ થતો આવ્યો છે. પણ આ નવી બાઈક એનાથી એક ડગલું આગળ છે અને એડવાન્સ પણ છે. રિપોર્ટ અનુસાર આ બાઈક 100 ટકા ઈથેનોલ પર દોડવા માટે તૈયાર છે. જો બધુ યોગ્ય રહ્યું અને આવું થયું તો ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીના ટુ વ્હીલર સેગમેન્ટમાં પહેલીવાર એક મોટી સિદ્ધિ સ્થાપિત થશે. એક એવી બાઈક મળશે જે 100 ટકા ઈથેનોલ પર કામ કરશે. ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઈથેનોલ બ્લેડિંગનો કાર્યક્રમ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતું પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતાને ઘટાડવાનો છે. વિદેશથી આવતા ક્રૂડ ઓઈલ પર બ્રેક મારવાનો છે. 

સૌથી વધારે ફોક્સ
ઈથેનોલને વેગ આપવા માટે દેશભરમાં ઈથેનોલની પ્રાપ્યતા વધારવા માટે ફોક્સ કરવામાં આવી રહ્યું છે. કંપનીનું સાહસ સરકારના ગ્રીન ફ્યૂલ મિશનને વધારે વેગ આપી શકે છે. આ બાઈકનું મોડલ પહેલીવાર વર્ષ 2025માં આવેલા ઓટો એક્સપોમાં મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન કંપનીએ પોતાની નવી બાઈક પણ લૉંચ કરી હતી. આ મોડલ કંપની રિપોર્ટ અનુસાર જયપુર સ્થિત સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજીમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 100 સીસીનું BS6 એન્જિન લગાવવામાં આવ્યું છે. E20 થી લઈને  E85 ઈથેનોલ મિશ્રિત ફ્યૂલ પર દોડી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ ટેકનિક ઓટો ક્ષેત્રે એક રીસર્ચ સમાન બની શકે છે. શુદ્ધ ઈથેનોલ પર ચાલનારી બાઈક લૉંચ કરવા સરળતા બની રહેશે. 

માર્કેટમાં પરિવર્તન લાવી શકે
ઇથેનોલ એ એક ફ્યૂલ છે જે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બનાવી શકાય છે. તેને પેટ્રોલ કરતાં વધુ પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે. ઇથેનોલથી ચાલતા વાહનોના મુખ્ય ફાયદામાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, પેટ્રોલ પર નિર્ભરતામાં ઘટાડો, કાચા તેલની આયાતમાં ઘટાડો, ખેડૂતોની આવક વધારવામાં સહાય, પર્યાવરણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પનો સમાવેશ થાય છે. માર્કેટના નિષ્ણાંતો માને છે કે, જો સંપૂર્ણપણે 100% ઇથેનોલ પર ચાલતી બાઈક સફળ થાય છે, તો તે ભારતના વૈકલ્પિક ફ્યૂલ માર્કેટમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે.