વેકેશન પીરિયડ છતાં ફોરેન ટુર પાછળ ભારતીયોનો ખર્ચ ઘટ્યો, આખરે શું બદલાયું ભારતમાં?
પશ્ચિમ એશિયાના સંકટે દુનિયાભરને મુશ્કેલીમાં ધકેલી નાખ્યું છે. જીવનજરુરી ચીજવસ્તુઓથી લઈને મોંઘેરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે સરકારે મર્યાદિત ખર્ચાઓ કરવાની હિમાયત કરે છે, ત્યારે વર્તમાનમાં ભારતીયોના વિદેશના આંકડા ચોંકાવનારા મળ્યા છે. વેકેશનના દિવસોમાં ભારતીયો વિદેશ ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે. ખાસ કરીને ભારતના પાડોશી ગણાતા દેશમાં ફરવાનું પ્લાનિંગ ભારતીયો કરતા હોય છે. પણ આ વર્ષે વિદેશ યાત્રા પાછળ થતાં ખર્ચમાં જે બ્રેક લાગી છે એને લઈને ભારતીય રિઝર્વ બેંકે એક રિપોર્ટ જાહેર કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ)એ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર જે આંકડા સામે આવ્યા છે ખર્ચના આંક ઘણો ઓછો છે. માર્ચ 2026માં આ આંકડો છેલ્લા ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તર પર આવીને અટક્યો હતો.
વડા પ્રધાનની અપીલ અને ગ્રાઉન્ડ રિપોર્ટ
હકીકતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિના પહેલા દેશવાસીઓને વિદેશી મુદ્રા બચાવવા માટેની અપીલ કરી હતી. લોકોને જરૂરિયાત વગરની આયાત, સોનાની ખરીદી અને વિદેશી યાત્રા પર સંયમ જાળવવા અપીલ કરી હતી, જેથી દેશમાં વિદેશી ભંડોળ બચે અને યથાવત્ રહે. રસપ્રદ વાત એ છે કે, કેન્દ્રીય બેંકના આંકડાઓ દર્શાવે છે કે, ભારતીયોએ વડા પ્રધાન મોદીની અપીલને સ્વીકારીને વિદેશ યાત્રા પાછળ થતો ખર્ચ ઘટાડી દીધો છે. માર્ચ 2026માં ભારતીયોએ વિદેશ યાત્રા પાછળ માત્ર 1.09 અબજ ડૉલર ખર્ચ કર્યા. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો 1.30 અબજ ડૉલર રહ્યો. જાન્યુઆરીમાં આ ખર્ચ 1.65 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો. માત્ર બે મહિનામાં વિદેશ યાત્રા પર થતો ખર્ચ 56 કરોડ ડૉલર સુધી ઘટી ગયો હતો.
AI Generated Images
વેકેશન દરમિયાન બુકિંગ ઘટ્યા
આ ઘટાડો એવા સમયે જોવા મળ્યો છે કે, જ્યારે મિડલ ઈસ્ટમાં માહોલ તણાવગ્રસ્ત જોવા મળી રહ્યો છે. બીજી તરફ મોંઘા ડૉલર, વધી રહેલી વિમાનની ટિકિટ અને બીજી કેટલીક વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ફોરેન ટુરને પહેલા કરતા વધારે મોંઘી કરી દીધી છે. બીજી તરફ વિમાનની ટિકિટ વધતા વેકેશન દરમિયાન થતા ટિકિટ બુકિંગમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઘટી રહેલી બુકિંગની અસર આ રિપોર્ટમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. માત્ર હરવા-ફરવાની વાત નથી. વિદેશમાં અભ્યાસ કરવા જવાનો ખર્ચ પણ ઘટી રહ્યો છે. માર્ચમાં ફોરેન એજ્યુકેશન માટે ફ્લાય કરનારા લોકો પણ ઘટ્યા હતા. 'ફોરેનમાં એજ્યુકેશન' કેટેગરી અંતર્ગત આ ખર્ચ 15.17 કરોડ ડૉલર રહ્યો છે, જે જાન્યુઆરીમાં 26.74 કરોડ ડૉલરનો હતો. વિદેશમાં જમીન લેવાનું ભારતીયોનું એક સપનું હોય છે. હવે વિદેશમાં જમીન કે રીયલ એસ્ટેટ પાછળ થતો ખર્ચ પણ ઓછો થયો છે.

મોંઘવારીની અસર
માર્ચ મહિનામાં માત્ર 3.86 કરોડ ડૉલર જ વિદેશમાં જમીન ખરીદવા પાછળ ખર્ચાયા હતા.ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો 5.13 કરોડનો રહ્યો. નિષ્ણાંતો આવું થવા પાછળનું કારણ આપતા કહે છે કે, મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ અને વૈશ્વિક સ્તરે કેટલીક અનિશ્ચિતતા જવાબદાર છે. આ કારણે વિદેશ યાત્રા મોંઘી થઈ એટલે દરેકને પરવડે એમ નથી. બીજી તરફ ડૉલરનું માર્કેટમાં ઊચું મુલ્ય કરંસી રેટમાં પણ સિસકારા બોલાવે છે. રૂપિયો નબળો પડતા વિદેશ યાત્રા પહેલા કરતા મોંઘી બની રહી છે.આ સિવાય ભારત સરકારે વિદેશી મુદ્રાની બચત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું છે. આ સિવાય સરકાર ડૉમેસ્ટિક ટુર અને આયાત પર નિર્ભરતા ઘટાડવા ઉપર પણ ભાર મૂકી રહી છે.
AI Generated Images
નિષ્ણાંતોનો મત
આરબીઆઈની LRS ( Liberalised Remittance Scheme) યોજના અંતર્ગત ભારતનો કોઈ નાગરિક એક નાણાકીય વર્ષમાં 2.50 લાખ ડૉલર સુધીની રકમ વિદેશમાં મોકલી શકે છે. આ રકમ યાત્રા, અભ્યાસ, રોકાણ, રિયલ એસ્ટેટ અથવા અન્ય કોઈ ખર્ચ માટે ઉપયોગમાં લઈ શકાય છે. માર્ચ 2026માં આ યોજના અંતર્ગત કુલ 2.59 અબજ ડૉલર રકમ વિદેશ મોકલવામાં આવી હતી, જેમાં મોટા ભાગની રકમ યાત્રા પાછળ ખર્ચાઈ હોવાનું રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું. બીજી તરફ એરફેર અને કરંસી ચેન્જ વખતે ચૂકવવા પડતા કેટલાક બીજા નાણાના ખર્ચ વધી ગયા છે. ભારત ન તો ક્રૂડ ઓઈલનનું ઉત્પાદન કરે છે ન તો ભારત પાસે કોઈ સોનાની ખાણ છે. તેમ છતાં સૌથી વધારે આ બન્ને કોમોડિટીનો ઉપયોગ ભારતમાં થાય છે. એવામાં વિદેશી ભંડોળ સશક્ત કરવું એ સરકારની પ્રાથમિકતા પૈકી એક છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે, આવનારા દિવસોમાં મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ, મોંઘવારી અને ડૉલર સામે રૂપિયો નબળો હોવાનું યથાવત રહેશે તો વિદેશ યાત્રા પાછળ થતા ખર્ચમાં હતું આંકડો નીચે ઊતરશે. વાસ્તવમાં દેશને મંદીમાંથી ઉગારવા માટે નિષ્ણાતોથી લઈને ઉદ્યોગપતિઓએ સરકારની ફેવર કરી રહ્યા છે ત્યારે હવે આમ જનતા પણ જો સરકારની ફેવરમાં કામગીરી કરે તો મંદીમાંથી બેઠા થઈ શકે છે.