Sun May 24 2026

Logo

Happy Birthday Indian Railways: સાહિબ, સિંધ અને સુલતાન- જાણો એ 3 એન્જિનો વિશે જેણે 173 વર્ષ પહેલાં ભારતનું ભાગ્ય બદલ્યું

2026-04-16 17:14:00
Author: Darshana Visaria
Article Image

ભારતીય રેલવે એટલે કે ઈન્ડિયન રેલવેના ઈતિહાસમાં 16મી એપ્રિલ એટલે કે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે અને આવું હોય પણ કેમ નહીં? 173 વર્ષ પહેલાં આજના જ દિવસે થાણેથી બોરીબંદર વચ્ચે પહેલી લોકલ ટ્રેન દોડાવવામાં આવી હતી. 16મી એપ્રિલ 1853ના રોજ ભારતની ધરતી પર પહેલીવાર પાટા પર ટ્રેન દોડી હતી. ટૂંકમાં કહેવાનું થાય તો આજે ભારતીય રેલવે પોતાનો 173મો હેપ્પીવાલો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યું છે ત્યારે ચાલો એક નજર કરીએ ભારતીય રેલવેની અત્યાર સુધીની રોમાંચક સફર પર...

આજે જ્યારે આપણે વંદે ભારત અને બુલેટ ટ્રેનના યુગમાં જીવી રહ્યા છીએ, ત્યારે 173 વર્ષ પહેલાં શરૂ થયેલી એ સફરને યાદ કરવી ખૂબ જ રોમાંચક છે. 173 વર્ષ પહેલાં જ્યારે બોરીબંદરથી થાણે વચ્ચે પહેલી ટ્રેન દોડી, ત્યારે તે માત્ર એક મુસાફરી નહોતી પરંતુ ભારતના આધુનિકીકરણની શરૂઆત હતી.

નજર કરીએ ઈન્ડિયન રેલવેની અત્યાર સુધીની શાનદાર સફર પર...

16મી એપ્રિલ, 1853ના રોજ બપોરે 3.35 વાગ્યે મુંબઈના બોરીબંદર (હાલનું સીએસએમટી)થી થાણે વચ્ચે પહેલી વખત પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી હતી. આ પેસેન્જર ટ્રેનનું સંચાલન ગ્રેટ ઈન્ડિયન પેનિન્સ્યુલા રેલવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતની પહેલી રેલવે કંપની હતી. પેસેન્જર ટ્રેનમાં લગાવવામાં આવેલા 3 એન્જિનોની ક્ષમતા વિશે વાત કરીએ તો માત્ર 14 લાકડાના ડબ્બા ખેંચવા માટે ત્રણ શક્તિશાળી એન્જિનો લગાવવામાં આવ્યા હતા, જેમના નામ સાહિબ, સિંધ અને સુલતાન હતા.

હવે દેશમાં જ્યારે પહેલી વખતના રેલવેના મંડાણ થયા હોય એ કંઈ નાની સૂની વાત થોડી ગણાય. આ દિવસને ખાસ બનાવવા મા,ટે ટ્રેન શરૂ થવાના ઉત્સાહને વધાવવા માટે તેને 21 તોપોની સલામી આપીને રવાના કરવામાં આવી હતી.  

થાણેથી બોરીબંદર વચ્ચેનું અંતર અંદાજે 34 કિલોમીટર જેટલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે જ્યારે થાણેથી સીએસએમટીનું અંતર 40થી 50 મિનિટમાં પાર કરી શકાય છે. પરંતુ 1853માં દોડાવવામાં આવેલી એ ટ્રેનને થાણેથી બોરીબંદર વચ્ચેનું અંતર કાપવા માટે 70 મિનિટનો સમય લાગ્યો હતો. એ સમયે આ રૂટ પર ભાયખલા અને સાયન એમ બે સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. આ બંને સ્ટેશન પર ટ્રેન 15-15 મિનિટ ઊભી રહી હતી. 

લાસ્ટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી હવે તમને સવાલ થઈ રહ્યો હશે કે આખરે આ પહેલી ટ્રેનમાં કેટલાક પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો એની તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ટ્રેનમાં કુલ 400 મુસાફરોએ સફર કરી હતી. 

એકદમ નોસ્ટાલિજિયાવાળી વાઈબ આવી રહી છે ને? આજે આપણે જે લોકલ, એસી લોકલ ટ્રેન, દુરંતો એક્સપ્રેસ, વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છીએ એ આખરે તો ગ્રેટ ઈન્ડિયન પેનિન્સ્યુલા રેલવેની દેન છે. વિશ યુ અ વેરી હેપ્પીએસ્ટ બર્થડે ટુ ઈન્ડિયન રેલવે...

વધુ જુઓ...