લંડનઃ લૉર્ડસમાં આજે (બપોરે 3.30 વાગ્યાથી) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વન-ડે રમાશે. આ મૅચ જીતીને ભારત (India) 2-1ની વિજયી સરસાઈ સાથે ટી-20ના 0-4ના રકાસને થોડું ભુલાવી શકશે. જોકે એ માટે ભારતીય ટીમને સંપૂર્ણ ટીમ-વર્કની અને ખાસ કરીને બે પીઢ ખેલાડી રોહિત શર્મા તથા વિરાટ કોહલીના પર્ફોર્મન્સની ખાસ જરૂર પડશે.
હૅરી કેનની ફૂટબૉલ ટીમ બાદ હવે હૅરી બ્રુકની ક્રિકેટ ટીમની કસોટી
ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં શનિવારે રાત્રે હૅરી કેનની કેપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે બ્રોન્ઝ મેડલ માટેની મૅચમાં ફ્રાન્સને 6-4થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. ઇંગ્લૅન્ડ (England)ની સૉકર ટીમ કાંસ્ય પદક જીતી છે. હવે ઇંગ્લૅન્ડની આજે હૅરી બ્રુકના સુકાનમાં ભારત સામેની નિર્ણાયક વન-ડેમાં કસોટી છે
Lord's 📍
— BCCI (@BCCI) July 18, 2026
📸 #TeamIndia putting in the work at the Home of Cricket for one last push 🔥#ENGvIND pic.twitter.com/gyVdrAJvob
રોહિત પોતે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરશે?
રોહિતની આ લગભગ છેલ્લી આંતરરાષ્ટ્રીય મૅચ છે એવી અટકળને બીસીસીઆઇએ શુક્રવારે જ નકારી કાઢી હતી અને તેના રિટાયરમેન્ટ વિશે ક્રિકેટ બોર્ડમાં કોઈ જ ચર્ચા નથી થઈ એવો ખુલાસો કર્યો હતો. જોકે ખુદ રોહિત આ મૅચ રમીને (આ મૅચને ફેરવેલ મૅચ માનીને) પોતે જ નિવૃત્તિ લઈ લેશે તો નવાઈ નહીં લાગે.
લૉર્ડ્સમાં ભારત બાવીસ વર્ષથી નથી જીત્યું
બન્ને દેશ સિરીઝમાં 1-1ની બરાબરીમાં છે. ભારત લૉર્ડ્સમાં છેલ્લે 2004માં (બાવીસ વર્ષ પહેલાં) વન-ડે જીત્યું હતું. ત્યારે દિનેશ કાર્તિકે ડેબ્યૂ કર્યું હતું અને હવે તે કૉમેન્ટેટર છે.
વૉશિંગ્ટન ઇજાગ્રસ્ત, હર્ષ દુબે ટીમમાં
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પ્રથમ વન-ડેનો હીરો વૉશિંગ્ટન સુંદર બીજાને કારણે આજની મૅચમાં નહીં રમે. તેના સ્થાને સ્પિન ઑલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.