અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે યુએઈના પ્રવાસે હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા હતા. ભારત-યુએઈ ગુજરાતમાં શિપ બ્રેકિંગ કલસ્ટર બનાવશે તેવો પણ એક કરાર થયો હતો.
ગુજરાતમાં ક્યાં શિપ બ્રેકિંગ ક્લસ્ટર બનાવાશે
ભારત-યુએઈ વચ્ચે થયેલા કરાર મુજબ વાડીનારમાં શિપ બ્રેકિંગ કલસ્ટર બનાવાશે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે માં ગુજરાતના વાડીનાર ખાતે રૂ. 1570 કરોડના શિપ રિપેર ક્લસ્ટર માટે મંજૂરી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અન્ય એમઓયુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના પુરવઠા સંબંધિત સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ માટેના ફ્રેમવર્ક પર કરાર અને ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરબીએલ બેંક તેમજ સમાન કેપિટલ માં 5 અબજ યુએસ ડોલરના રોકાણની પણ જાહેરાત કરવામાં આવી હતી.
વાડીનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર સ્થાપિત કરવા થયેલા એમઓયુ ભારતના દરિયાઈ માળખાને મજબૂત બનાવશે અને દેશને જહાજ સમારકામ અને જાળવણી માટે એક મુખ્ય પ્રાદેશિક કેન્દ્ર તરીકે સ્થાન આપશે. ઉલ્લેખનીય છે કે વાડીનાર ખાતે શિપ રિપેર સુવિધાને રાષ્ટ્રીય શિપ રિપેર ઇકોસિસ્ટમના મોટા વિસ્તરણનું પ્રતીક છે. આ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે,જેમાં ₹ 1,570 કરોડનું રોકાણ કરવામાં આવશે.