Sat May 02 2026

Logo

'ક્યારેય ન ઊંઘતું મુંબઈ' હવે થાકેલું મુંબઈ! 76 ટકા લોકો મોડે સુધી જાગે છે, જાણો આ 'સ્લીપ ક્રાઈસિસ' પાછળનું અસલી કારણ...

2026-03-21 15:37:45
Author: Darshana Visaria
Article Image

આજના ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં ભારત એક ગંભીર 'સ્લીપ ક્રાઈસિસ' (ઊંઘની કટોકટી)નો સામનો કરી રહ્યું છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસાર, કામનું દબાણ અને સ્માર્ટફોનનો અતિશય વપરાશ ભારતીયોની ઊંઘ છીનવી રહ્યો છે. સારી ઊંઘ એ માત્ર આરામ નથી, પરંતુ શરીર અને મગજને 'રીચાર્જ' કરવા માટે અનિવાર્ય છે. આ સ્ટોરીમાં આપણે વાત કરીશું કે આખરે ડિસ્ટર્બન્સવાળી સ્લિપિંગ સાઈકલના કારણ, તેની સાઈડ ઈફેક્ટ્સ અને કઈ રીતે સારી ઉંઘ મેળવવા માટેના ઉપાયો વિશે...  

એક નજર ભારતીય શહેરોના સ્લિપિંગ રિપોર્ટ કાર્ડ પર...
વિવિધ મેટ્રો શહેરોમાં લાઈફસ્ટાઈલ મુજબ ઊંઘની પેટર્ન અલગ-અલગ જોવા મળી છે, જેમાં સૌથી ખરાબ અને ચિંતાજનક સ્થિતિ માયાવી નગરી મુંબઈની છે. મુંબઈમાં76 ટકા લોકો મોડે સુધી જાગે છે અને 60 ટકા લોકોને દિવસ દરમિયાન ઊંઘ આવે છે. મુંબઈગરા સૌથી વધુ થાક અનુભવે છે. 

માયાવી નગરી મુંબઈ બાદ વારો આવે છે દેશની રાજધાની દિલ્હીનો. દિલ્હીમાં 45 ટકા લોકો સવારે મોડેથી જાગે છે, તેમ છતાં 64 ટકા લોકો દિવસભર સુસ્તી અનુભવે છે. ભારતમાં ચેન્નઈના લોકો ઉંઘની બાબતમાં સૌથી વધુ ડિસિપ્લિન બદ્ધ છે. આ શહેરના લોકો વહેલા ઊંઘી જાય છે, પરંતુ કામના બોજને લીધે થાક યથાવત રહે છે.

AI Generated Images

મોબાઈલ છે સૌથી મોટો વિલન
ખરાબ સ્લિપિંગ સાઈકલ માટે જવાબદાર સૌથી મોટા અને મહત્વના વિલનની તો આ વિલન છે મોબાઈલ ફોન. આવું અમે નહીં પણ એક સર્વેમાં જાણવા મળ્યું છે. એક સર્વેમાં કરવામાં આવેલા દાવા અનુસાર 88 ટકા લોકો સૂતા પહેલાં મોબાઈલનો ઉપયોગ કરે છે. મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા અને વેબ સિરીઝને કારણે મગજ શાંત થઈ શકતું નથી, જે ઊંઘમાં વિલંબ કરે છે. 

અપૂરતી ઊંઘની છે આ સાઈડ ઈફેક્ટ્સ
વાત કરીએ ડિસ્ટર્બન્સવાળી સ્લિપિંગ સાઈકલને કારણે થતી સાઈડ ઈફેક્ટ વિશે તો અપૂરતી ઊંઘને કારણે હાર્ટ એટેક, ઓબેસિટી, ડાયાબિટીસ અને ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય અપૂરતી ઉંઘને કારણે પ્રોડક્ટિવિટી પર તેની અસર જોવા મળે છે. એક રિસર્ચ અનુસાર ઉંઘને કારણે 57 ટકા લોકોને ઓફિસમાં ઊંઘ આવે છે, આને કારણે તેમની વર્ક ક્વોલિટીમાં ઘટાડો જોવા મળે છે અને એટલું જ નહીં આ લોકોના સ્વભાવમાં ચીડિયાપણું પણ જોવા મળ્યું હતું. 

નાઈટમાં બેસ્ટ સ્લિપ મેળવવા માટેની આ 5 ટિપ્સ...
ટાઈમ ટેબલઃ રાતે સારી ઉંઘ મેળવવા માટે એક બેસ્ટ સ્લિપિંગ ટાઈમટેબલ બનાવવું જોઈએ. એટલે રોજ રાતે સૂવાનોઅને અને ઉઠવાનો એક જ સમય નક્કી કરો.
ડિજિટલ ડિટોક્સ: બેસ્ટ સ્લિપ માટે સુવાના એક કલાક પહેલાં ડિજિટલ ડિટોક્સ કરવાનું રાખો. રોજ રાતે ઉંઘવાના એક કલાક પહેલા મોબાઈલ, લેપટોપ અને ટીવીથી દૂર રહો.
લાઈટ ફૂડ ટ્રાય કરોઃ રાતે ઉંઘતા પહેલાં હળવું અને વહેલું જમવાનું રાખો. તમારી આ એક આદત તમને બેસ્ટ સ્લિપિંગ સાઈકલ પૂરી પાડશે.
એટમોસ્ફિયર છે ઈમ્પોર્ટન્ટ: રાતે સારી ઉંઘ માટે આપણી આસપાનું એટમોસ્ફિયર પણ એટલું જ મહત્ત્વનું છે. રાતે ઉંઘતા પહેલાં બેડરૂમને શાંત, અંધકારમય અને આરામદાયક બનાવો.
રિલેક્સેશન: રાતે સૂતા પહેલાં પુસ્તક વાંચવું અથવા હળવું સંગીત સાંભળવું વધારે હિતાવહ છે અને એટલે સારી ઉંઘ માટે પુસ્તક કે લાઈટ મ્યુઝિક સાંભળવાનું રાખો.

વધુ જુઓ...