Thu Jan 29 2026

Logo

White Logo

ભારતના પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન લુઇસ અને લેયન દિલ્હી પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું

3 days ago
Author: Chandrakant
Video

નવી દિલ્હી : ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની  ભવ્ય ઉજવણી સામેલ થવા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન દિલ્હી પહોંચ્યા છે. આ બંને  મહેમાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ પ્રથમ વાર છે જ્યારે બે ટોચના યુરોપિયન  અધિકારીઓ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એકસાથે હાજરી આપી રહ્યા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે  સ્વાગત કર્યું

યુરોપિયન કાઉન્સિલના  બંને ટોચના અધિકારીઓ દિલ્હી પહોંચ્યા બાદ વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે  સ્વાગત કર્યું હતું. વર્ષ  1950 થી, ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે વિદેશી દેશના રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનને આમંત્રિત કરી રહ્યું છે. આ પરંપરા ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રતિબિંબિત કરે છે. શીત યુદ્ધ દરમિયાન ભારતે બિન-જોડાણવાદી ચળવળ સાથે સંકળાયેલા નેતાઓને આમંત્રણ આપ્યું હતું, જ્યારે તાજેતરના વર્ષોમાં  આ સન્માન તેના નજીકના અને વ્યૂહાત્મક ભાગીદારોના નેતાઓને આપવામાં આવ્યું છે.

27 જાન્યુઆરીએ ભારત-EU સમિટ 

આ ઉપરાંત 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજણવી બાદ 27 જાન્યુઆરીએ ભારત-EU સમિટ  યોજાશે. આ બેઠકમાં બંને પક્ષો વેપાર, રોકાણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરશે. આ મુલાકાતને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.