Sun May 31 2026

Logo

વૈશ્વિક પડકારો વચ્ચે લોકોને મળી શકે છે રાહત, RBI દ્વારા રેપો રેટમાં વધારાની નહિવત શકયતા

2026-05-31 19:02:11
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારતમાં રૂપિયાનું અવમૂલ્યન અને મિડલ ઈસ્ટ સતત તણાવના લીધે ફુગાવામાં વધારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈ 3 થી 5 પાંચ જૂન દરમિયાન નાણાકીય નીતિની સમીક્ષા કરશે.જોકે, નિષ્ણાતોના મતે આરબીઆઈ હાલ રેપો રેટમાં ફેરફાર તેવી નહિવત શક્યતા છે.  આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 5 જૂને નીતિગત નિર્ણયોની જાહેરાત કરશે.

જીડીપીના વૃદ્ધિ અંદાજમાં ઘટાડો કરી શકે છે

દેશમાં વધતાં ફુગાવાના પગલે આરબીઆઈ જીડીપીના વૃદ્ધિ અંદાજમાં ઘટાડો કરી શકે છે. આ ઉપરાંત આરબીઆઇએ  એપ્રિલ માસમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. મિડલ ઈસ્ટ યુદ્ધના પગલે  ઉર્જા પુરવઠા, ફુગાવા અને આર્થિક વિકાસ પર અસરનું મૂલ્યાંકન કરવા માટે વેટ અને વોચનો અભિગમ અપનાવ્યો હતો. 

નાણાકીય નીતિ સમીક્ષામાં યથાસ્થિતિ જાળવી રાખવાની શક્યતા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના આર્થિક સંશોધન વિભાગના એક અહેવાલમાં જણાવાયું છે કે, હાલની  અસ્થિર પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જૂનની નાણાકીય નીતિ સમીક્ષામાં યથાસ્થિતિ જાળવી રાખવાની શક્યતા છે.આ ઉપરાંત ગ્રાહક ભાવ સૂચકાંક  આધારિત ફુગાવો આગામી ત્રિમાસિક ગાળામાં 5 ટકાથી ઉપર રહેવાની શક્યતા છે. 

ગાવાના અનુમાનને 5 ટકા સુધી વધારી શકે છે

જ્યારે વર્તમાન ત્રિમાસિક ગાળામાં તે 4 થી 4.1 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી  વૃદ્ધિ 7.2 ટકા અને સમગ્ર નાણાકીય વર્ષ માટે 7.5 ટકા રહેવાનો અંદાજ છે. આરબીઆઈના ફુગાવાના અનુમાનને 5 ટકા સુધી વધારી શકે છે. જ્યારે તેના જીડીપી વૃદ્ધિ અંદાજને 6.9 ટકાથી ઘટાડીને આશરે 6.5 ટકા કરી શકે છે.