Wed Sep 09 2026

Logo

ભારત સરકારે કરદાતાઓ માટે ઇન્કમટેક્સ રૂલ્સ 2026 જાહેર કર્યા, જાણો વિગતે

2026-03-20 16:48:00
Author: Chandrakant Kanoja
ભારત સરકારે કરદાતાઓ માટે ઇન્કમટેક્સ રૂલ્સ 2026 જાહેર કર્યા, જાણો વિગતે

નવી દિલ્હી: દેશના ટેક્સપેયર્સ  માટે કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સ રૂલ્સ 2026 જાહેર કર્યા છે.  જે એપ્રિલ 2026થી લાગુ થશે. જે નવા ઇન્કમ ટેક્સ 2025 માટે  માળખું તૈયાર કરશે. જેમાં  કેપિટલ ગેઇન, સ્ટોક એકસચેન્જ રિપોર્ટિંગ અને નોન રેસીડેન્ટ ટેક્સેશન જેવા ક્ષેત્રમાં નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત  વેલ્યુએશન અને ડિસ્કલોઝર અંગેના નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગે  નવા આવકવેરા કાયદામાં સુધારાના ભાગ રૂપે ડ્રાફ્ટ નિયમો અને ફોર્મ્સ જાહેર કર્યા છે. 


કરદાતાઓ માટે ઘર ભાડા ભથ્થા (HRA)મુક્તિને જાળવી રાખી

આ નવા નિયમ મુજબ પગારદાર કરદાતાઓ માટે ઘર ભાડા ભથ્થા (HRA)મુક્તિને જાળવી રાખી છે. તેમજ  આઠ શહેરો પગારના 50 ટકાની ઉચ્ચ મુક્તિ મર્યાદા માટે લાયક ઠરશે, જ્યારે અન્ય શહેર અને સ્થળોમાં મુક્તિની મર્યાદા 40 ટકાની રહેશે. આ શહેરોમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ અને બેંગલુરુનો સમાવેશ થાય છે. આ નિયમો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે.

એક્સચેન્જોએ સેબી પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી પડશે

જેમાં નવા નિયમો હેઠળ, સરકારે કલમ 2(92) હેઠળ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ માટે માન્ય સ્ટોક એક્સચેન્જ તરીકે લાયક બનવા માટે વિગતવાર શરતો નક્કી કરી છે. એક્સચેન્જોએ સેબી પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી પડશે અને તેના નિયમો હેઠળ કામ કરવું પડશે. તેમજ પાન અને અનન્ય ક્લાયન્ટ આઈડી સહિત મજબૂત ક્લાયન્ટ-લેવલ ડેટા કેપ્ચર પણ સુનિશ્ચિત કરવી પડશે. 

ફોર્મ 124  માં મકાન માલિક સાથેના સંબંધો જાહેર કરવા જરૂરી 

આ નવા નિયમ મુજબ હવે કરદાતાઓએ હવે ફોર્મ 124  માં મકાન માલિક સાથેના સંબંધો જાહેર કરવા જરૂરી છે. HRA મુક્તિની ગણતરી ત્રણ રકમમાંથી સૌથી ઓછી રકમ તરીકે કરવામાં આવશે જેમાં  વાસ્તવિક પ્રાપ્ત એચઆરએસ,  ચૂકવેલ ભાડું પગારના 10 ટકા ઓછા, અથવા  50 ટકા (ચોક્કસ શહેરો માટે) / 40 ટકા  (અન્ય શહેરો કે સ્થળ માટે)


ઉલ્લેખનીય છે  કે, 1 એપ્રિલ, 2026 થી નવા આવકવેરા નિયમો અમલમાં આવવાના છે. જે હાલના આવકવેરા કાયદા- 1961 ને બદલે છે. ડ્રાફ્ટ આવકવેરા નિયમો - 2026 નો હેતુ કર પ્રણાલીને સરળ અને વધુ પારદર્શક બનાવવાનો છે. કરદાતાઓ તેમાં સાત મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.