Sat Jul 04 2026

Logo

સિંધુ જળસંધી મુદ્દે ભારતે પાકિસ્તાનને રોકડું પરખાવ્યું, આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરો પછી વાતચીત થશે

2026-07-03 22:45:55
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ સમયાંતરે પાકિસ્તાન તરફથી થતા હિંસા પ્રેરિત છમકલાથી પાકિસ્તાનની છબી વિશ્વફલક પર ઉઘાડી પડી ગઈ છે. ભારતે પાકિસ્તાનને રોકડું પરખાવી દીધું છે કે, આતંકવાદને પોંખવાનું બંધ કરે. સમર્થન આપવાનું બંધ કરે. ભારતે વેનેઝુએલામાં ભારતીય નાવિકના મૃતદેહ સાથે થયેલી છેડછાડ અંગે તટસ્થ તપાસ કરવાની પણ માગ કરી દીધી છે. ભારત સરકારે પાકિસ્તાન તરફથી ઊઠાવવામાં આવેલા પ્રશ્ન પર જવાબ આપતા કહ્યું હતું કે, સિધુ જળસંધી મુદ્દે ભારતનું વલણ પહેલા હતું એવું જ છે અને રહેશે. પાકિસ્તાન તરફથી આતંકવાદને સતત અને સખત રીતે મળતા સમર્થનને લઈ સંધી હાલમાં સ્થગિત છે. 

આગળ વાતચીતના આવકાશ છે
જો પાકિસ્તાન ઈચ્છે તો આગળ વાત થઈ શકે છે પણ એ માટે પાકિસ્તાન પહેલા બોર્ડર નજીક કે બોર્ડર પર આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરી દેવું પડશે એ પણ સંપૂર્ણ રીતે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વેનેઝુએલામાં ડ્યૂટી દરમિયાન જહાજ પર જીવ ગુમાવનારા ભારતીય નાવિક રાકેશ ચૌહાણના મૃતદેહ સાથે કથિક છેડછાડ અને શરીરના પાર્ટ્સ કાઢી નાખવાના મામલે ભારતે વેનેઝુએલાની સરકાર સામે પ્રશ્નો ઊભા કર્યા છે. વેનેઝુએલા સરકાર આ અંગે તટસ્થ અને સ્પષ્ટ તપાસ કરે. આ અંગે વિગતવાર તપાસ કરવામાં આવે અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે. એવું સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સવાલને લઈ જયસ્વાલે જણાવ્યું હતું કે, સિધુ જળસંધી પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અગાઉ જે વલણ હતું એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 

આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરો
પાકિસ્તાન સતત સીમા પારના આતંકવાદને સમર્થન આપી રહ્યો છે આ કારણે આ સંધી હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે. સીમા પાર પર આતંકવાદી પ્રવૃતિઓ પર સંપૂર્ણપણે અને કાયમી ધોરણે પૂર્ણવિરામ મૂકવું પડશે તો જ આ વિષય પર વાતચીત શકય છે. તિસ્તા નદી પર યોજના સંબંધીત વાત કરતા જયસ્વાલે ઉમેર્યું હતું કે, ભારત તરફથી મદદ બન્ને દેશની આતરિક સહમતીથી બનેલા રોડમેપ પર આધારિત છે. આની નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે. તિસ્તા નદી પર યોજના પર ભારતે પોતાના વિચાર પહેલા જ સ્પષ્ટ કરી દીધા છે. બાંગ્લાદેશને પણ આ અંગેની પૂરતી માહિતી છે. આ વિષય પર યોગ્ય પોલિસીનું નિર્માણ કરવા માટે ભારત જે તે વિષય સંબંધીત બાબતો પર વિચાર કરશે અને ધ્યાનમાં લેશે. પાકિસ્તાને પાણીને લઈને આ પહેલીવાર વાત કરી નથી. આ પહેલા પણ પાણી અને