Wed Sep 09 2026

Logo

દેશમાં વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના, જસ્ટીસ નાઓલેકર અધ્યક્ષ

2026-05-26 17:46:16
Author: Chandrakant Kanoja
દેશમાં વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના, જસ્ટીસ નાઓલેકર અધ્યક્ષ

BJP


નવી દિલ્હી : કેન્દ્ર સરકારે  દેશમાં ઘૂસણખોરી મુદ્દે કડક એક્શન લીધા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટીસ  પ્રકાશ નાઓલેકરની  અધ્યક્ષતામાં  વસ્તી વિષયક ફેરફારોનું  મૂલ્યાંકન કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જે દેશમાં ગેરકાયદે સ્થળાંતર અને અકુદરતી રીતે થઇ રહેલા ડેમોગ્રાફિક બદલાવનો અભ્યાસ કરીને મૂલ્યાંકન કરશે. 

પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ સમિતિની રચનાની જાહેરાત કરી હતી 

આ અંગે ગૃહમંત્રી અમિત શાહે  એક્સ પર લખ્યું કે,  ઘૂસણખોરી અને અન્ય પરિબળોને કારણે થતા અકુદરતી વસ્તી વિષયક ફેરફારો કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે એક ભયંકર પડકાર ઉભો કરે છે. આ પડકારનો સામનો કરવા માટે  પીએમ મોદીએ  15 ઓગસ્ટ  2025 ના રોજ વસ્તી વિષયક(ડેમોગ્રાફિક) બદલાવ પર ઉચ્ચ-સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી હતી. તેમજ  મને તમને જણાવતા આનંદ થાય છે કે સરકારે હવે આ સમિતિની રચના કરી છે.

પ્રકાશ પ્રભાકર નાઓલેકરના નેતૃત્વ હેઠળ સમિતિની રચના 

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે નિવૃત્ત ન્યાયાધીશ પ્રકાશ પ્રભાકર નાઓલેકર ના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં વસ્તી ગણતરી કમિશનર, દુર્ગા શંકર મિશ્રા (નિવૃત્ત IAS),બાલાજી શ્રીવાસ્તવ (નિવૃત્ત IPS) અને ડૉ. શમિકા રવિ સભ્યો તરીકે હશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સમિતિના સભ્ય સચિવ તરીકે સેવા આપશે.