Wed Jul 29 2026

Logo

રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોનો ભાજપે જવાબ આપ્યો, કહ્યું માફી માંગે

2026-07-29 22:02:15
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચામાં અને બાદમાં રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોનો ભાજપે જવાબ આપ્યો છે. જેમાં સંબિત પાત્રાએ રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી પર લગાવેલા ખોટા આરોપ બદલ માફી માંગવી જોઇએ. રાહુલ ગાંધીએ એવી વાત કરે છે કે જાણે તે ગૃહમંત્રીના કાર્યાલયમાં બેઠા હતા. તેમજ સ્થિતી મુજબ પોલીસ અને મેજિસ્ટ્રેટ હિંસા કાબૂમાં લેવા નિર્ણય લેતા હોય છે. 

ગોળીબાર કે પેલેટ ગનનો ઉપયોગ નથી કરાયો

જ્યારે બીજી તરફ લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે  રાહુલ ગાંધીના ગૃહ  મંત્રી અમિત શાહ પરના  આક્ષેપો ને નકાર્યા હતા. તેમણે ગૃહમાં સ્પષ્ટતા કરી કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ફક્ત ટીયર ગેસના શેલ છોડ્યા હતા.તેમાં ગોળીબાર કે પેલેટ ગનનો ઉપયોગ નથી કરાયો. 

રાહુલ ગાંધી સત્યનો સામનો નથી કરી શકતા 

રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે જયારે તેમણે ગૃહમાં વિદ્યાર્થીઓ પર થતી હિંસાનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારે તેમનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના જવાબ આપતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ગૃહને ગેરમાર્ગે દોરવાનો અને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરીને ખોટા નિવેદનો આપતા હતા. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી માફી માંગવાનું ટાળી રહ્યા છે કારણ કે તેઓ સત્યનો સામનો નથી કરી શકતા. 

પ્રિયંકા ગાંધીએ કરેલા આક્ષેપોને પણ નકાર્યા

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં અનેક સ્પષ્ટતાઓ કરી હતી. જેમાં તેમણે પ્રિયંકા ગાંધીએ કરેલા આક્ષેપોને પણ નકાર્યા હતા.