Fri Sep 04 2026

Logo

ઇન્ડિયા AI સમિટમાં 250 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત, 70થી વધુ દેશો ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરશે...

2026-02-20 21:55:21
Author: Chandrakant Kanoja
ઇન્ડિયા AI સમિટમાં 250 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત, 70થી વધુ દેશો ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરશે...

નવી દિલ્હી : ભારતના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે,  ઇન્ડિયા એઆઈ સમિટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં 250 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત થઈ છે  અને 'દિલ્હી ઘોષણા' પર 70 દેશોએ હસ્તાક્ષર કરશે. તેમજ ઘણા અન્ય દેશો સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે શનિવારે જ્યારે કાર્યક્રમ સમાપ્ત થશે ત્યાં સુધીમાં અંતિમ સંખ્યા 80ને પાર કરી જશે. વૈષ્ણવે કહ્યું કે દિલ્હી ડિક્લેરેશનની રૂપરેખા શનિવારે ટ્રાન્સપરન્ટ રીતે શેર કરવામાં આવશે.

પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા 

ઈન્ડિયા એઆઈ સમિટના એક્ઝિબિશનમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યાને એક મોટી સફળતા ગણાવતા વૈષ્ણવે કહ્યું કે આ કાર્યક્રમમાં માળખાગત સુવિધાઓ સંબંધિત 250 અમેરિકન ડોલરથી વધુના રોકાણનું વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના વિરોધ પર તેમણે કહ્યું હતું કે સમિટને રોકવા માટે વિપક્ષની પાર્ટીઓ જે પણ નાના-મોટા પ્રયાસો કરી રહી છે તેને ભારતના યુવાનોએ સખત નકારી કાઢ્યા હતા.

 ભારત હવે વૈશ્વિક ટેકનોલોજીકલ ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે સક્ષમ 

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "ઇન્ડિયા એઆઈ સમિટ" એ સાબિત કર્યું છે કે ભારત હવે વૈશ્વિક ટેકનોલોજીકલ ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.  પાંચ લાખ  મુલાકાતીઓની ભાગીદારી અને  250 ડોલર  બિલિયનનું જંગી રોકાણ એ સ્પષ્ટ સંકેતો છે કે દેશનું અર્થતંત્ર યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. જ્યારે શનિવારે "દિલ્હી ઘોષણા" ની વિગતો વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે, ત્યારે ભવિષ્યની ટેકનોલોજી નીતિઓનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.