Tue Aug 18 2026

Logo

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ લાલ કિલ્લો સુરક્ષા છાવણીમાં ફેરવાયોઃ AI કેમેરા અને 1000થી વધુ CCTV વડે સઘન મોનિટરિંગ

2026-08-14 19:20:00
Author: Mumbai Samachar Team
Article Image

ChatGPT Image


નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે પાટનગર દિલ્હીના લાલ કિલ્લાથી લઈને તમામ રાજ્યોના મહાનગરોને પણ સુરક્ષાની દૃષ્ટિએ એલર્ટ રહેવાની સાથે સેલિબ્રેશન માટે સજ્જ બની ગયા છે. સેલિબ્રેશનને શાનદાર બનાવવા માટે તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ માહોલ વચ્ચે ખાસ તો સુરક્ષા વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લાલ કિલ્લો સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયો છે. 

દેશની જુદી-જુદી સુરક્ષા પાંખના જવાનો આ ઐતિહાસિક સ્થળની સુરક્ષા કરી રહ્યા છે. આ માટે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ અને ખાસ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. મલ્ટિ લેવલ સિક્યોરિટી લેયર્સ સેટ કરતા લાલ-કિલ્લાની આસપાસ કે આજુબાજુના 10 કિમીના વિસ્તારમાં ચકલું પણ ફરકી શકે એમ નથી. 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

1000થી વધારે સીસીટીવી, સ્પેશ્યલ મોનિટરિંગ યુનિટ, AI આધારિક વિડિયો એનાલિટિક્સ, ડ્રોન સર્વેલન્સ જેવા સુરક્ષા સંબંધી પાસાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. શુક્રવારે સુરક્ષા સંબંધિત વાત કરતા પોલીસ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે રાજધાની દિલ્હીમાં બનેલી ઘટનાઓને ધ્યાને લઈને આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. 

ખાસ કરીને લાલ કિલ્લાની આસપાસ અને લાલ કિલ્લાને જોડતા કેટલાક અન્ય રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથે સમારોહમાં હાજરી આપવા માટે આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે, અસુવિધા ઊભી ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. લાલ કિલ્લો માત્ર એક ઐતિહાસિક સ્થળ જ નથી. તે દર વર્ષ સ્વતંત્રતા પર્વનું મુખ્ય કેન્દ્ર બને છે. આ માટે એની સુરક્ષા વ્યવસ્થા વિશેષ હોવી અનિવાર્ય છે. અહીંયાથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજવંદન કરે છે અને રાષ્ટ્રને સંબોધે છે.

અન્ય એજન્સીની પણ જવાબદારી

એવામાં સુરક્ષા એજન્સીઓની જવાબદારી વધી જાય છે. પોલીસે આ વખતે લાલ કિલ્લાની અંદર અને બાહર બન્ને જગ્યાઓ પર, કેટલાક ચોક્કસ રસ્તાઓ પર, મુખ્ય કેન્દ્રના અંદરના કેટલાક પોઈન્ટ પર તપાસ તથા સ્ક્રિનિંગ માટેની ખાસ વ્યવસ્થા કરી છે. જો કોઈ જોખમ ઊભું થાય છે તો એનો નીવેડો લાવવા માટેની પણ યોજના તૈયાર છે.

મલ્ટિ લેવલ સિક્યોરિટી માટે ખાસ એક ઝોન તૈયાર કરાયો છે. ચોક્કસ ટીમને જવાબદારી સાથે જે તે અધિકારીને ચોક્કસ પોઈન્ટ અને એરિયા સોંપી દેવાયા છે. જુદી જુદી એજન્સીઓ સાથે બેઠક કરીને જે તે ઝોનની જવાબદારી અને સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી રહી છે. જેથી કરીને ટૂંક જ સમયમાં વધુ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી શકાય. 

લાલ કિલ્લાની અંદર અને બાહર આશરે 1000થી વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા એઆઈ આધારિત વિડિયો એનાલિટિક્સ સાથે ક્નેક્ટ છે. લાઈફ ફીડનું ખાસ મોનિટરિંગ કરવામાં આવશે.આ માટે એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ ટેલેન્ટેડ આઈટી પોલીસ અધિકારી તથા એજન્સીના હાઈલી ક્વોલિફાઇડ સ્ટાફને એન્ટ્રી અપાઈ છે. 

આ વિષયો રહે છે હંમેશાં પ્રાયોરિટીમાં

સિક્યોરિટી સંબંધિત મુદ્દા, ભીડ કંટ્રોલ, કાયદો વ્યવસ્થા તથા કોઈ સ્થિતિ બેકાબુ ન થાય એ માટે કેમેરા પર સતત વૉચ રાખવામાં આવશે. પોલીસ અન્ય એજન્સીઓના સતત સંપર્કમાં પણ રહેશે. તેથી જે તે સુરક્ષા અધિકારીને તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. આવી સ્થિતિમાં જે તે ડિટેક્શનને વધારે ઝડપી બનાવી શકાય. સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસે સામાન્ય નાગરિકોના અવરજવર પર ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે. 

લક્ષ્યાંક એવો છે કે, નાગરિકોને કોઈ રીતે પરેશાન ન થાય અને કાર્યક્રમ જોવા માટે આવતા લોકોને પણ એક પ્રકારે સુવિધા મળી રહે. આ માટે દિલ્હીમાં બેસવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ એજન્સીએ એકસાથે કામ કરી શકે અને સિક્યોરિટી આપી શકે એ માટે એક ખાસ સ્ટ્રિમિંગ કરવામાં આવ્યું છે. આ માટે મહિનાઓ પહેલા ખાસ પ્રકારની બેઠક કરવામાં આવી હતી. 

એક એજન્સી નહીં તમામ એજન્સીની ભૂમિકા

સ્વતંત્રતા પર્વ જેવા મોટા કાર્યક્રમોમાં ક્યારેય કોઈ એક એજન્સી કામ કરતી નથી. દિલ્હી પોલીસ, કેન્દ્રીય સુરક્ષા દળ, ગુપ્તચર એજન્સી, આઈબી, સ્ટેટઆઈબી તથા લોકલ ઈનપુટ અનિવાર્ય છે. આ તમામના એક સાથેના સંપર્કો અને એકબીજાના કોઓર્ડિનેશનની સિક્યોરિટી વ્યવસ્થાને મજબૂતી મળતી હોય છે. આ સિવાય કોઈ ઈમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો પણ આ તમામ એજન્સીઓનો તાલમેલ એકબીજા સાથે ક્નકેટ થાય છે અને સ્થિતિને કાબુમાં લેવામાં આવે છે. 

આનાથી સમારોહમાં સામેલ થનારા સામાન્ય નાગરિકોનો આત્મવિશ્વાસ પણ એજન્સીઓ પર વધે છે અને તેઓ પણ એક સુરક્ષિત માહોલને ફીલ કરે છે. છેલ્લા ત્રણ દિવસથી લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તમામ એજન્સીઓના તાલમેલથી એક સિક્યોરિટી લેયર્સ તૈયાર કરવા એ કાર્યક્રમને વધુ એક સિક્યોરિટી લેવલ વધારવાની દિશામાં એક મોટું પગલું છે. જે આ વર્ષે લેવાઈ રહ્યું છે. પાટનગર દિલ્હી સહિત મુંબઈ, કોલકાતા, ચેન્નઈ સહિત તમામ શહેરોની સુરક્ષાની દૃષ્ટિએ સુરક્ષા વધારવામાં આવી છે.