Sun Apr 19 2026

Logo

શૅરબજારના સોદાઓથી લઈ તમામ ખેલાડી પર - AIની અસર કેવી થઈ શકે?

2026-03-08 09:22:00
Author: Mumbaisamachar Team
Article Image

 

AIના નામે શૅરબજારમાં તાજેતરમાં ગાબડાં પડયા, વિવિધ સવાલ ઊભા થયા, અનિશ્ર્ચિતા વ્યકત થઈ, પરંતુ માર્કેટ માટે અઈં અનેકવિધ રીતે ઉપયોગી પણ થશે... કઈ રીતે એ જાણવું-સમજવું જરૂરી છે...

જયેશ ચિતલિયા

શૅરબજારમાં ઓટોમેશન-કોમ્પ્યુટરાઈઝડ ટ્રેડિંગ દાખલ થયાને ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો, જેને લીધે શૅરબજારના એક સદીના ઈતિહાસમાં પરિવર્તન આવી ગયું. હવે શૅરબજારમાં  AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ની ભૂમિકા જોરદાર અને દમદાર બનવા જઈ રહી છે, જે શૅરબજાર સાથે સંકળાયેલા તમામ વર્ગ માટે એક નવી ક્રાંતિ હશે, કેવા ફેરફાર થશે એઆઈના વ્યાપક અમલથી નાના-રિટેલ રોકાણકારોથી લઈ બ્રોકરો, કંપનીઓ, સલાહકારો, રિસર્ચર્સ, એનાલિસ્ટ વર્ગ, ટ્રેડિંગથી લઈ ઈન્વેસ્ટમેન્ટમાં કેવા પરિવર્તન જોવાશે તેની ઝલક જાણવા-   સમજવા જેવી છે.

ટૅકનોલૉજીનું બીજું નામ જ પરિવર્તન છે. આ પરિવર્તનના મોટેભાગે બે પાસાં હોય છે: એક સારા -બીજા બૂરાં. આમ તો આટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની અસર શૅરબજાર પર ધીમી પણ મકકમ ગતિએ શરૂ થઈ, જે હવે પુરપાટ વેગ પડકડવાની તૈયારીમાં છે. આગામી પાંચથી દસ વરસમાં તો શૅરબજારનું કામકાજ, સિસ્ટમ અને રોકાણકારોની વિચારવાની તેમ જ સોદા કરવાની પધ્ધતિમાં ધરખમ પરિવર્તન જોવાશે. છેલ્લા કેટલાંક સમયથી શૅરબજારમાં અલ્ગોરિધમ ટ્રેડિંગ શબ્દ પણ બહુ જ પ્રચલિત થયો છે. ગ્લોબલ સ્ટોક ટ્રેડિંગ લ્ગોરિધમનો હિસ્સો બહુ મોટો છે, જેની ગતિ માણસોની સોદા કરવાની ગતિથી અનેકગણી વધુ ઝડપી હોય છે. હાલ તો BSE  NSE (બોમ્બે સ્ટોક એકસચેંજ અને એન નેશનલ સ્ટોક એકસચેંજ)માં પણ ફંડસ અને ટ્રેડર્સ લોકો બજાર પર જમાવટ કરશે.

રિટેલ ઈન્વેસ્ટર્સ તથા AI

મજાની વાત એ છે કે નાના-રિટેલ ઈન્વેસ્ટર્સ પણ એઆઈનો ઉપયોગ કરતા થઈ જશે. એઆઇ રોકાણકારોને સ્ટોક સિલેકશનમાં, પોર્ટફોલિયો એલોકેશનમાં અને રિસ્ક મેનેજમેન્ટમાં સહાય કરશે. એઆઇ પાવર્ડ એપ્સનું ચલણ વધશે, જે પરંપરાગત બ્રોકરો અને એડવાઈઝર્સનું સ્થાન લઈ લેશે, અત્યારે પણ ઘણી એપ્સ એવી આવી ગઈ છે, જે એક જ એપ અનેક બ્રોકરોનાં ધંધા મંદા અથવા બંધ કરી નાંખવા સક્ષમ છે. એક ઉલ્લેખનીય વાત એ પણ છે કે નવી આવતી એપ્સ અથવા આવનારી એપ્સ માત્ર સુવિધા નહીં, તે એવી યુઝર્સ ફ્રેન્ડલી રહે છે કે સામાન્ય રોકાણકારો પણ તેને પસંદ કરે છે.

માર્કેટમાં ગરબડ ઘટશે?

એઆઈને લીધે બજારમાં પ્રાઈસ ડિસ્કવરી ઝડપી બનશે, જેનો લાભ વિશાળ વર્ગને મળશે, કારણ કે સમાચારો, કમાણીની જાહેરાત, સોશ્યલ મીડિયા, આર્થિક ડેટા, વગેરેનું પ્રોસેસિંગ એઆઇ કરીને આપશે. માર્કેટમાં પ્રાઈસ મેનિપ્યુલેશન કઠિન બનશે, પ્રાઈસ રિગિંગ (ભાવ ઉછાળવાની પ્રવૃત્તિ) પણ ઘટશે અથવા તેને તરત પકડી શકાશે. શૅરોના ભાવો પર કોઈ બાબતની અસર જોવા-જાણવાનું કલાકોમાં નહીં, બલકે મિલિસેક્ધડસમાં સંભવ બનશે. અનુભવીઓ માને છે કે બજારમાં પ્રવર્તતી અનેક પ્રકારની બિનકાર્યક્ષમતા દૂર થશે યા ઓછી થશે. એને પગલે માનવીય ભુલો ઘટશે. જોકે માર્કેટમાં કયારેક વોલેટિલિટી વધી શકવાનીસંભાવના વધશે. માર્કેટ ક્રેશની ઘટનાઓ ઝડપથી ફલેશ થાય એવું બની શકે. એવું પણ બની શકે કે કોઈ સમાચારો દરમિયાન શોર્ટટર્મ વોલેટિલિટી તોફાની બની શકે.

અહીં એક ઈન્ટરેસ્ટિંગ -ઉપયોગી બાબત એ બનશે કે બજારમાં કૌભાંડ અને ઈન્સાઈડર ટ્રેડિંગને પકડી પાડવાનું કાર્ય ઝડપી બનશે. નિયમન સંસ્થા ‘સેબી’એ એકસચેંજીસને એઆઇનો અસરકારક સદુપયોગ કરવાની સલાહ આપી જ છે. માર્કેટ સર્વેલન્સ સઘન બનશે, સાયબર સલામતી વધુ સક્ષમ બનશે. એઆઇનની એક કમાલ એ પણ હશે કે તે માર્કેટ ક્રેશની, સેકટર બબલ અને સિસ્ટેમિક રિસ્કની ચેતવણી વહેલી આપશે, જોકે એઆઇ ચોકકસ ઘટનાઓની આગાહી કરી શકશે નહીં. વધુ પડતી નિર્ભરતા નુકસાનકારક પણ બની શકે.

મ્યુચ્યુઅલ ફંડ્સ અને હેજ ફંડસ પણ એઆઈનો ઉપયોગ કરવા લાગશે, જેનો આ ફંડ્સ પોર્ટફોલિયોની રચનામાં, રિસ્કનું સંચાલન કરશે. પરંપરાગત ફંડ્સ એઆઇ આધારિત પોર્ટફોલિયો રચવાનું પસંદ કરશે. રિસર્ચનો ખર્ચ ઘટશે, કારણ કે અમુક માહિતી ઓટોમેટિક ઉપલબ્ધ થશે. ઓટોમેટેડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સંભવ બનતા આમ થશે. જોકે બધાં જ લોકો એઆઈનો ઉપયોગ કરતા થશે તેમ તેની અસરો પણ સરખી જોવાશે અને એઆઈ પર વધુ પડતી નિર્ભરતા મોંઘી પણ પડી શકે, કેમ કે તેમાં જોખમને ઘણીવાર સમજી શકાશે નહીં.

અલબત્ત, સંસ્થાકીય રોકાણકારોને તેનો લાભ વધુ મળશે. જયારે કે રિટેલ રોકાણકારોને ઓછો મળશે. જેથી માર્કેટ પર મોટા-સંસ્થાકીય ઈન્વેસ્ટર્સનું વર્ચસ્વ વધતું જશે.

AIના સિગ્નલ

મોટાભાગની એઆઈ સિસ્ટમ્સ સમાન હશે, જે એકસાથે બાય-સેલ કર્યા કરશે, જેની અસરમાં પ્રવાહિતા કથળી શકે, નિયમનકાર સેબીએ એઆઇ સર્કિટ બ્રેકર્સ લાગુ કરવાના થઈ શકે. માર્કેટમાં માનવીઓ દ્વારા થતી એનાલિસિસ, ટેકનિકલ ચાર્ટસ અને ફંડામેન્ટલ્સ રિસર્ચની પદ્ધતિમાં બદલાવ આવી શકે, તેને સ્થાને એઆઇ સિગ્નલ આવી શકે, સેન્ટીમેન્ટ એનાલિસિસ આવી શકે, ટ્રેડિંગ સંસ્થાકીય ડ્રિવન રહેવાને બદલે ડેટા સાયન્સ ડ્રિવન બનશે. યાદ રહે,

એઆઇના રાજમાં પણ લોંગટર્મ રોકાણનું મહત્ત્વ ઊંચું રહેશે, શોર્ટટર્મ માટે રિસ્ક વધુ રહેશે. સરળ તકો ઘટશે. પ્રોફેશનલ એઆઇ રિટેલ ટ્રેડર્સ કરતા વધુ સારી કામગીરી બજાવી શકશે. AIને કારણે સેમિક્ધડકટર્સ, ડેટા સેન્ટર્સ, કલાઉડ કોમ્પ્યુટિંગ, રોબોટિકસ, ડિફેન્સ અને ઓટોમેશન તેમ જ હેલ્થકેર જેવા સેકટરને જબ્બર બુસ્ટ મળશે.   આગામી 10-20 વરસમાં સ્ટોક એકસચેંજીસ ફુલ્લી ઓટોમેટેડ ટ્રેડિંગ ડેસ્ક ધરાવતા થઈ જશે. એઆઇ પેન્શન ફંડ્સ પણ મેનેજ કરશે. માર્કેટ વધુ કાર્યક્ષમ બનવા સાથે વધુ કોમ્પ્લેકસ પણ બનશે. 

યાદ રહે, એઆઈનો ટુલ તરીકે ઉપયોગ કરવામાં સાર્થકતા રહેશે, તેને નિર્ણય કરનાર બનવા દેવાય નહીં. 

ઈન શોર્ટ, હવેથી દરેક ખેલાડીએ પરિવર્તન સાથે અને સામે સજ્જ થવું જોઈએ.