Sat May 02 2026

Logo

આજે તમારો ફોન કેમ રહ્યો ખામોશ? જો 11.40 વાગ્યે ઈમરજન્સી એલર્ટ નથી આવ્યું, તો તરત જ બદલો આ સેટિંગ...

2026-05-02 17:56:59
Author: Darshana Visaria
Article Image

આજે સવારે સાડા અગિયારથી બારની વચ્ચે દેશભરના વિવિધ રાજ્યોના શહેરોમાં એક સાથે લાખો-કરોડો ફોન મોટી સાઈરન અને ચેતવણી આપતા મેસેજથી ધણધણી ઉઠ્યા હતા. અનેક નાગરિકો આ ચેતવણી આપતું એલર્ટ જોઈને ટેન્શનમાં અને ગભરાટમાં આવી ગયા હતા. બાદમાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે આ તો ટ્રાયલ એલર્ટ હતું. પરંતુ જો તમારા ફોનમાં ટેલિકોમ્યુનિકેશન અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટી દ્વારા કરવામાં આવેલા ટ્રાયલનો મેસેજ ના આવ્યો હોય તો અહીં કેટલાક એવા સિમ્પલ સ્ટેપ્સ જણાવીશું કે, જેની મદદથી તમે મોબાઈલમાં સેટિંગ ઓન કરીને આ મેસેજ મેળવી શકો છો.

જો તમારા મોબાઈલ ફોનમાં આજે સવારે એલર્ટ મેસેજ ન આવ્યો હોય તો તમારે ફોનની સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂર છે. ભવિષ્યમાં પૂર, ભૂકંપ કે યુદ્ધ જેવી આપત્તિઓ સમયે સરકાર આ સિસ્ટમ દ્વારા જ લોકોને સુરક્ષિત રહેવા માટે એલર્ટ મોકલે છે. આ એલર્ટ ઇન્ટરનેટ કે નેટવર્ક વગર પણ સીધા તમારા ફોન પર પહોંચી શકે છે.

Android યુઝર્સ ફોલો કરો આ સ્ટેપ્સ:
સૌ પ્રથમ તમારા ફોનની સેટિંગ્સમાં જાઓ.
ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને સેફ્ટી એન્ડ ઈમર્જન્સી કે પછી વાયરલેસ ઈમર્જન્સી એલર્ટ્સ પર ક્લિક કરો.
હવે તમને વાયરલેસ ઈમર્જન્સી એલર્ટ્સનો વિકલ્પ મળશે, તેને પસંદ કરો.
હવે સૌથી નીચે જઈને ટેસ્ટ એલર્ટના ટોગલ બટનને ઓન કરી દો.
સાથે જ એ પણ તપાસી લો કે એલાઉ એલર્ટ્સનું મુખ્ય બટન પણ ઓન હોય.

iPhone યુઝર્સ ફોલો કરો આ સ્ટેપ્સ:
સૌ પ્રથમ આઈફોનની સેટિંગ્સ એપમાં જાઓ.
નોટિફિકેશન પર ક્લિક કરો.
પેજમાં છેક નીચે સુધી સ્ક્રોલ કરો.
ત્યાં તમને ગવર્ન્મેન્ટ એલર્ટ્સ ઓપ્શન જોવા મળશે.
એમાં ટેસ્ટ એલર્ટ્સ કે પછી ઈમર્જન્સી એલર્ટ્સના ઓપ્શનને ઓન કરો.

જો સેટિંગ ઓન કર્યા પછી તમારા ફોન પર મેસેજ આવે તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આ માત્ર એક ટેસ્ટિંગ પ્રક્રિયા છે અને તેના માટે કોઈ વળતો જવાબ કે કોલ કરવાની જરૂર રહેતી નથી. 
 
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ એક સાથે અનેક નાગરિકો સુધી સાચી માહિતી પહોંચાડવાનો છે. એને તમામ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરી દેવામાં આવી છે. ટેલિકોમ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલું આ પ્લેટફોર્મ મોબાઈલ વપરાશકર્તાઓને ભૌગોલિક રીતે ટાર્ગેટ કરીને ચેતવણીઓ આપવા માટે એસએમએસ આધારિત એલર્ટનો ઉપયોગ કરે છે. તે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ દ્વારા ભલામણ કરવામાં આવેલો કોમન એલર્ટિંગ પ્રોટોકોલનું પાલન કરે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને, જેથી તેઓ ઈમર્જન્સીની સિચ્યુએશનમાં અપડેટેડ રહી શકે. આવા જ બીજા કામના અને મહત્ત્વના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.