ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ (Electronic Voting Machine)નું આગમન એ લોકશાહીના ઇતિહાસની સૌથી મોટી ટેકનિકલ ક્રાંતિ માનવામાં આવે છે. પરંતુ દેશમાં દરેક ચૂંટણીઓ બાદ આ જ ઈવીએમની વિશ્વસનીયતા સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવે છે. હાલમાં જ બંગાળમાં જોવા મળેલાં અકલ્પનીય રાજકીય પરિવર્તન બાદ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ફરી એક વખત ઈવીએમની વિશ્વસનીયતા અને તેના ઈતિહાસ અંગે ચર્ચાઓ તેજ થઈ છે. ચાલો જાણીએ કે આખરે ઈવીએમનો પહેલી વખત ક્યારે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એનો ઈતિહાસ શું છે...
ભારતમાં ઈવીએમનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવામાં આવ્યો હતો એની વાત કરીએ તો સૌપ્રથમ વખત ઈવીએમનો ઉપયોગ 19મી મે, 1982ના રોજ કરવામાં આવ્યો હતો. કેરળ રાજ્યની પરુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 50 પોલિંગ બૂથ પર આ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મશીન ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યા હતા.
1982માં ભારતમાં પહેલી જ વખત થયેલાં આ નવતર પ્રયોગ બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ત્યારે ચુકાદો આપ્યો હતો કે કાયદાકીય રીતે ઈવીએમનો ઉપયોગ કરવાની કોઈ જોગવાઈ નથી, તેથી તે ચૂંટણી રદ કરવામાં આવી હતી. ત્યારબાદ, 1988માં સંસદે 'લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951'માં સુધારો કર્યો અને ઈલેક્શન કમિશનને ઈવીએમનો ઉપયોગ કરવાની સત્તા આપી.
1998માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીની કુલ ૨૫ વિધાનસભા બેઠકો પર સફળ પ્રયોગ થયો ગચો ત્યાર બાદ મહારાષ્ટ્રના ગોવા ખાતે 1999માં ગોવા વિધાનસભાની તમામ 40 બેઠકો પર પણ ઈવીએમ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ રાજ્ય સ્તરે પ્રથમ પ્રયોગ હતો. 1999 બાદ 2004માં પહેલી વખત લોકસભાની તમામ 543 બેઠકો માટે ઈવીએમ પર મતદાન કરાવવામાં આવ્યું હતું અને આ સાથે જ ભારતીય ચૂંટણી પદ્ધતિ કાયમ માટે બદલાઈ ગઈ.
છે ને એકદમ અનોખી અને કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...