શિમલા: હિમાચલ પ્રદેશમાં આજે વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આજે સવારે 5:46 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ છે. જોકે, જાનમાલના નુકસાન કે નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર શિમલાથી આશરે 66 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. લગભગ ત્રણ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે જાનહાનિ ટળી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમામે વહેલી સવારે અચાનક ધરતી ધ્રુજતા લાગતા લોકો ગભરાઈ ગયા અને દોડીને ઘરની બહાર દોડી આવ્યાં હતાં. સ્થિતિ સામાન્ય થતાં લોકો પોતાના ઘરે પાછા ફર્યાં હતાં. પરંતુ વહેલી સવારે ધરા ધ્રૂજી હોવાના કારણે લોકો ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી.
શિમલા સિવાય આ વિસ્તારમાં ભૂંકપના આંચકા અનુભવાયા
ભૂકંપના આંચકા શિમલા સિવાય સોલન, સિરમૌર, બિલાસપુર અને મંડીના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્ર શિમલાથી પૂર્વ-દક્ષિણમાં જુબ્બલ-કોટખાઈ વિસ્તારમાં નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે, હિમાચલ પ્રદેશમાં એક તો મોટા ભાગનો વિસ્તાર પહાડી છે, આ સાથે ભૂકંપ માટે સંવેદનશીલ રાજ્યમાં પણ ગણના થતી હોવાથી વધારે ચિંતા રહેતી હતી. લોકોને હરહંમેશ સાવચેત રહેવું પડતું હોય છે.
EQ of M: 4.0, On: 26/08/2026 05:46:50 IST, Lat: 31.387 N, Long: 77.787 E, Depth: 10 Km, Location: Shimla, Himachal Pradesh.
— National Center for Seismology (@NCS_Earthquake) August 26, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @tummalasrini @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/HidnmhDn7s
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભૂકંપ નિષ્ણાતોના મતે 5.0 થી ઓછી તીવ્રતાના ભૂકંપમાં સામાન્ય રીતે વ્યાપક નુકસાનનું જોખમ ઓછું હોય છે. જોકે સ્થાનિક પરિસ્થિતિઓ અને ભૂકંપની ઊંડાઈના આધારે અસર બદલાઈ શકે છે. ભૂકંપની તીવ્રતા વધવાની સાથે નુકસાનનું જોખમ વધે છે. પરંતુ હિમાચલમાં અત્યારે જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.