Sun Apr 19 2026

Logo

શું જમ્યા પછી તરત ફ્રુટ ખાવા જોઈએ? જાણો શું કહે છે ડાયેટિશિયન્સ અને કયા ફ્રુટ ડાઈજેશન માટે છે બેસ્ટ...

2026-03-07 21:12:21
Author: Darshana Visaria
Article Image

AI Generated Images


શું તમે પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાના શોખીન છો? ઘણા લોકો જમ્યા પછી ડેઝર્ટને બદલે ફળ ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું ખરેખર આ આદત સ્વાસ્થ્ય માટે સારી કે લાભદાયી છે? ઘણા લોકોની એવી માન્યતા હોયે છે કે જમ્યા પછી ફળ ખાવાથી પોષક તત્વો મળતા નથી. ચાલો જાણીએ કે આ અંગે નિષ્ણાતોનું શું માનવું છે અને સત્ય શું છે... 

ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે હેવી મિલ (ભારે ભોજન) પછી ફળ ખાવાથી ગેસ કે એસિડિટી થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ બાબત જે તે વ્યક્તિના પાચનતંત્ર પર આધાર રાખે છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે જમ્યા પછી કે પહેલાં ફ્રુટ ખાવા જોઈએ?

શું પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે?
ફળોમાં રહેલી નેચરલ શુગર અને ફાઈબર હોય છે, જે ઝડપથી પચી જાય છે. જ્યારે ભારે ભોજનમાં રહેલા પ્રોટીન અને ફેટને પચવામાં વધુ સમય લાગે છે. જો તમે ભારે ભોજન પછી તરત ફળ ખાઓ છો, તો કેટલાક લોકોને ગેસ અથવા પેટ ફૂલવાની (Bloating) સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જેમને 'ફ્રુક્ટોઝ ઇનટોલરન્સ' અથવા 'IBS' જેવી તકલીફ હોય, તેમણે સાવધ રહેવું જોઈએ.

શું પોષક તત્વો નષ્ટ થઈ જાય છે?
એક માન્યતા એવી છે કે જમ્યા પછી ફળ ખાવાથી તેના પોષક તત્વો મળતા નથી. પરંતુ નિષ્ણાતો કહે છે કે માનવ પાચનતંત્ર આટલું સક્ષમ છે કે તે ખોરાકમાંથી મહત્તમ પોષક તત્વો શોષી શકે છે. નાનું આંતરડું ખૂબ લાંબું હોય છે અને તે ધીમે ધીમે પોષક તત્વોને શોષવાનું કામ કરે છે, તેથી ફળ સાથે કે પછી ખાવાથી તેના ગુણો ઓછા થઈ જતા નથી.

કયા ફળ પાચનમાં મદદરૂપ થાય છે?
કેટલાક ફળ એવા છે જે જમ્યા પછી ખાવાથી પાચન પ્રક્રિયામાં મદદ કરે છે, કારણ કે તેમાં પ્રોટીનને તોડનારા ઉત્સેચકો (Enzymes) હોય છે. આ ફળોમાં પપૈયું અને અનાનસનો સમાવેશ થાય છે, કારણ તેમાં રહેલાં એન્ઝાઇમ પ્રોટીનને તોડવામાં અને પાચનને સુધારવામાં મદદ કરે છે. કીવી અને બેરીઝ પણ પણ પચવામાં હળવા અને ગુણકારી છે.

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ હવે વાત કરીએ કે તો પછી ફ્રૂટ્સ ક્યારે ખાવા જોઈએ એની તો જો તમને જમ્યા પછી ફળ ખાવાથી પેટમાં ભારેપણું કે ગેસ જેવું ન લાગતું હોય, તો તમે ચોક્કસપણે તેનો આનંદ લઈ શકો છો. પરંતુ જો તમારું પાચનતંત્ર સંવેદનશીલ હોય, તો જમ્યાના એક કલાક પછી ફળ ખાવા તે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ વિકલ્પ રહેશે.