Thu May 21 2026

Logo

હાર્દિક પાછો રમવા આવ્યો, પણ ટૉસ હાર્યોઃ સૂર્યકુમારનું પણ કમબૅક

2026-05-20 19:31:44
Author: Ajay Motiwala
Article Image

PTI


કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ (Eden Gardens)માં આઇપીએલની 65મી મૅચમાં મુંબઈ (Mumbai) સામે કોલકાતાએ ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે.

કોલકાતા (Kolkata)એ આજની મૅચ સહિત બન્ને લીગ મૅચ જીતવી અત્યંત જરૂરી છે. મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પીઠની ઈજાને લીધે ત્રણ મૅચ ગુમાવ્યા પછી ટીમમાં કમબૅક કર્યું છે. સૂર્યકુમાર યાદવ પણ પાછો રમવા આવી ગયો છે. તેની પત્ની દેવિશાએ તાજેતરમાં જ પ્રથમ બાળકીને જન્મ આપ્યો હતો.

મુંબઈની ટીમઃ હાર્દિક (કૅપ્ટન), રિકલ્ટન (વિકેટકીપર), રોહિત, નમન ધીર, સૂર્યકુમાર, તિલક, વિલ જૅક્સ, બૉશ્ચ, ચાહર, બુમરાહ અને રઘુ શર્મા.
ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ શાર્દુલ, મયંક રાવત, મિન્ઝ, ક્રિશ ભગત અને ગઝનફર.

કોલકાતાની ટીમઃ રહાણે (કૅપ્ટન), રઘુવંશી (વિકેટકીપર), ગ્રીન, પૉવેલ, પાન્ડે, રિન્કુ, નારાયણ, અનુકૂલ, ત્યાગી, વરુણ અને સૌરભ દુબે.
ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ અરોરા, ઍલન, રમણદીપ, તેજસ્વી અને ત્રિપાઠી.