Fri Aug 28 2026

Logo

અમદાવાદ-અમરેલીમાં સરખું તાપમાન, જાણો કયું શહેર રહ્યું સૌથી ગરમ

2026-03-06 09:50:00
Author: Mayur Patel
અમદાવાદ-અમરેલીમાં સરખું તાપમાન, જાણો કયું શહેર રહ્યું સૌથી ગરમ

અમદાવાદઃ રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ ગરમીએ રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ ગયો છે. અમદાવાદ અને અમરેલીમાં સરખું તાપમાન નોંધાયું હતું. જ્યારે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

ક્યાં કેટલું નોંધાયું તાપમાન

ભાવનગરમાં 38 ડિગ્રી, અમદાવાદમાં 37.7 ડિગ્રી, અમરેલીમાં 37.7 ડિગ્રી, વડોદરામાં 37.2 ડિગ્રી, ભુજમાં 35.4 ડિગ્રી, દાહોદમાં 34.9 ડિગ્રી, દમણમાં 34 ડિગ્રી, ડાંગમાં 36 ડિગ્રી, ડીસામાં 37.3 ડિગ્રી, દ્વારકામાં 27.8 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી, કંડલામાં 35 ડિગ્રી, નલિયામાં 30.6 ડિગ્રી, ઓખામાં 29.8 ડિગ્રી, પોરબંદરમાં 36.7 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી, સુરતમાં 36.4 ડિગ્રી, વેરાવળમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આગામી દિવસોમાં 40 ડિગ્રીને પાર થશે પારો

હવામાન વિભાગ પ્રમાણે આજનો દિવસ ગરમ રહેવાની ધારણા છે. આગામી દિવસોમાં ગુજરાતનો તાપમાનનો પારો ઉચકાઈને 40 ડિગ્રી વટાવશે. હવામાન વિભાગ મુજબ, 24 કલાક બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. બે દિવસ દરમિયાન 3 ડિગ્રી સુધી તાપમાનનો ગગડશે અને ત્યાર બાદ ફરી ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે.  

અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

આજે અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની સંભાવના છે.