Tue Jun 30 2026

Logo

સુરત થયું પાણી પાણી, 24 કલાકમાં ખાબક્યો આટલા ઇંચ વરસાદ

2026-06-30 08:30:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગુજરાત પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 2 અને 3 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો.

ક્યાં કેટલો પડ્યો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સુરતમાં સૌથી વધુ  2.60 ઇંચ, વાલોડમાં 2.05 ઇંચ, માંગરોળમાં 1.65 ઇંચ, કામરેજમાં 1.65 ઇંચ, પલસાણામાં 1.34 ઇંચ, અરેઠમાં 1.26 ઇંચ, ઉમરગાંવમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો.

અહીં પડ્યો એક ઇંચથી ઓછો વરસાદ

રાજ્યમાં 2 તાલુકામાં 2 ઇંચથી વધારે, 5 તાલુકામાં 1 ઇંચથી વધારે, 7 તાલુકામાં અડધા ઇંચ સુધી તેમજ 19 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. નાનાપોંઢામાં 0.98 ઇંચ, કુકરમુંડામાં 0.75 ઇંચ, રાણપુરમાં 0.71 ઇંચ, ચીખલીમાં 0.71 ઇંચ, પારડીમાં 0.67 ઇંચ, કપરાડામાં 0.59 ઇંચ, વલસાડમાં 0.51 ઇંચ, રાજુલામાં 0.31 ઇંચ, બારડોલીમાં 0.31 ઇંચ, ખેરગામમાં 0.28 ઇંચ, ડાંગ-આહવામાં 0.24 ઇંચ, સુબીરમાં 0.24 ઇંચ, ચીખદામાં 0.20 ઇંચ, વઘાઈમાં 0.16 ઇંચ, લીલીયામાં 0.12 ઇંચ, વાલીયમાં 0.12 ઇંચ, વાંસદામાં 0.12 ઇંચ, ઉકાઈમાં 0.12 ઇંચ, વ્યારામાં 0.12 ઇંચ, ડોલવણમાં 0.12 ઇંચ, જેસરમાં 0.08 ઇંચ, માંડવામાં 0.08 ઇંચ, અંબીકામાં 0.08 ઇંચ, લીંબડીમાં 0.08 ઇંચ, અંકલેશ્વરમાં 0.04 ઇંચ તથા ધરમપુરમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે છે. ડાંગ,નવસારી,વલસાડ, દમણ,દાદરા નગરહવેલી, નર્મદા, છોટાઉદેપુર, જુનાગઢ,અમરેલી,ભાવનગર, ગીર,સોમનાથ,બોટાદ,દીવમાં વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ક્યારથી જામશે ચોમાસું

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 2 જુલાઈથી ચોમાસું જામશે. હવામાન કેન્દ્ર અમદાવાદ મુજબ, 2 થી 4 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દરિયામાં જોવા મળી રહેલા કરંટના કારણે માછીમારોને દરિયો  ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે પવનની ગતિ વધશે અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજ્યમાં એકતરફ વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે તો બીજી તરફ નાગરિકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. IMD અનુસાર, અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ સક્રિય છે. 

India Meteorological Department (@Indiametdept) posts, "Advance of Southwest Monsoon 2026. ❖ The Northern Limit of Monsoon continues to pass through 20°N/60°E, 20°N/65°E, 20°N/70°E, Surat, Indore, Mandla, Daltonganj, Motihari and 28.3°N/83°E as on 29th June. ❖ Conditions are… pic.twitter.com/ATyCsQXtEc