ગાંધીનગરઃ રાજ્યમાં એઆઈનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સરકાર પણ એઆઈને પ્રોત્સાહન આપી રહી છે. આ અંગેનો પ્રશ્ન ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયો હતો. જેમાં સરકારે એઆઈના ઉપયોગને લઈ માહિતી આપી હતી. રાજ્યમાં AI સંશોધન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સહકાર માટે India Al Research Organisation (IAIRO) ની સ્થાપના કરવામાં આવેલ છે. તદુપરાંત અત્યાર સુધીમાં AICOE દ્વારા ૪ AI ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં 25 યુઝ કેસ આવરી લેવાયા છે, તે પૈકી 12 યુઝ કેસ ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવેલ યુઝ કેસ છે.
ગુજરાતમાં AI ના વિકાસ માટે પ્રવર્તમાન આઇટી / આઇટીઇએસ પોલિસી 2022-27 સંશોધિત કરી AI સ્ટાર્ટ અપ માટે પાત્રતાના માપદંડોમાં 33% છૂટછાટ આપેલ છે તથા ગુજરાત સરકાર દ્વારા NASSCOMM સાથે ભાગીદારી થકી AI સેન્ટર ઓફ એકસીલન્સની સ્થાપના ગિફ્ટ સિટિ ખાતે ડિસેમ્બર-2024 માં કરવામાં આવી છે.
આ દરમિયાન નવી પેઢીને અત્યંત ઉપયોગી એવા AI સંચાલિત સર્ચ એન્જિન પિકાડેમીએ વિદ્યાર્થીઓને વિશ્વભરમાં યોગ્ય યુનિવર્સિટીઓ, કોલેજો અને અભ્યાસક્રમોને પસંદ કરવા માટે મદદરૂપ થાય તેવા સ્માર્ટ, સ્ટુડન્ટ-ફર્સ્ટ પ્લેટફોર્મની અમદાવાદમાં રજૂઆત કરી હતી. આ સર્ચ એન્જિન વ્યક્તિગત ભલામણો સાથેની AI સેમેન્ટીક સર્ચને આવરી લે છે. તેનાથી વિદ્યાર્થીઓ કોર્સના નામ, પાત્રતા માપદંડો, પ્રવેશ પરીક્ષાઓ, સ્થાન, ફી અને કારકિર્દીના પરિણામોના આધારે સંસ્થાઓની તપાસ કરવા સક્ષમ બનાવે છે.
અમર્યાદ લિસ્ટીંગ્સ ધરાવતા પરંપરાગત પોર્ટલોની સરખામણીમાં તે વપરાશકર્તાનાં ઉદ્દેશ્યને સમજીને ચોક્કસ અર્થપૂર્ણ અને નિર્ણાયક તૈયાર પરિણામો પુરા પાડે છે. આ પ્લેટફોર્મનું કેન્દ્ર પિક્સી છે, જે એક બુદ્ધિશાળી AI સહાયક છે અને તે વિદ્યાર્થીઓને ભારતભરમાં અને અગ્રણી વૈશ્વિક અભ્યાસ સ્થળોએ સરખામણી, પ્રવેશ માર્ગો અને ભાવિ કારકિર્દીની સંભાવનાઓ દ્વારા માર્ગદર્શન આપે છે.