Sat Jul 18 2026

Logo

મદરેસામાં બોમ્બ બનતા, 'અકેલા મુજાહિદ' બુકલેટથી તાલીમ લેતા હતા આતંકીઓ! ATSની તપાસમાં બીજું શું શું ખૂલ્યું?

2026-07-17 17:11:00
Author: Devayat Khatana
Article Image

ChatGPT Images


અમદાવાદ: ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહી કરીને જૈશ-એ-મોહમ્મદના 5 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડયા છે અને તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે.  પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી ઝડપાયેલા આતંકવાદીઓની આ ધરપકડ અગાઉ આ મહિનાની શરૂઆતમાં પકડાયેલા જૈશના આઠ સભ્યોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. 
શંકાસ્પદ આતંકવાદીઓ એક સ્થાનિક મસ્જિદમાં ભેગા થઈને ઘાતક IED બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા અને તેમણે એક સફળ વિસ્ફોટ કરીને તેનું પરીક્ષણ પણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

દાવત માટે પણ બોલાવતા હતા

તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ તમામ આરોપીઓ જામિયા અબુલ હસન મદરેસામાં રહીને વર્ષ 2023થી બોમ્બ બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા. આ મોડ્યુલને 'અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે' ટાઇટલવાળી એક ખાસ બુકલેટ પણ આપવામાં આવી હતી, જેનો અભ્યાસ કરીને તેઓ આતંકી પ્રવૃત્તિઓનું આયોજન કરતા હતા. આરોપીઓમાંથી મોહમ્મદ આમીન શેરા સતત કટ્ટરવાદી ભાષણો અને જેહાદી વાતો દ્વારા અન્યને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતો હતો અને એના માટે આ લોકોને ત્રણ વખત દાવત પણ આપી હતી.

આઈઈડી બનાવવાની સામગ્રી મળી

આ આતંકી મોડ્યુલની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 2023થી ફેબ્રુઆરી 2026 સુધીમાં આ લોકોએ આઠ અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિસ્ફોટકોના મિકેનિઝમ સમજ્યા હતા અને રિહર્સલ કર્યું હતું. ગનપાઉડર બનાવવા માટે જરૂરી સામગ્રી તેમણે ઓનલાઈન અને સ્થાનિક બજારોમાંથી ખરીદી હોવાનું પણ જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન મોહમ્મદ આમીન શેરા પાસેથી IED બનાવવા માટેની વિસ્ફોટક સામગ્રી અને જૈશના વડા મસૂદ અઝહરના ભાષણો ધરાવતી પેન ડ્રાઈવ પણ મળી આવી હોવાનો ખુલાસો થયો હતો.

આતંકી નેટવર્ક સામે એલર્ટ જારી

ATSની પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે મોહમ્મદ અયુબ કાદીવાલા, મોહમ્મદ આમીન શેરા, અહેમદ ગાઝીવાલા, ઝકરિયા ઘાઘા સહિતના પાંચેય સભ્યો મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને પણ આતંકવાદ તરફ વાળવા માંગતા હતા, જેના માટે તેમણે ત્રણ વખત દાવતનું પણ આયોજન કર્યું હતું. આ મામલે અત્યારે સુરક્ષા એજન્સીઓ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને રાજ્યભરમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં કુલ 13 સામે કાર્યવાહી

એટીએસની કાર્યવાહીમાં પાંચ જણ પકડાયા છે, જેમાં બિલાલ આબિદભાઈ શેરા, મોહમ્મદ અય્યુબ કાદીવાલા, મોહમ્મદ અય્યુબભાઈ સુનસરા ઉર્ફે મોહમ્મદ ખલી, શફી રઈસ મુખી ઉર્ફે શફી છાપી અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી. આ ઉપરાંત, અગાઉ આઠ જણની ધરપકડ કરી હતી, જેમાં બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઉર્ફે અબુ દુજાના, મોહમ્મદ અબ્દુલ રહમાન સાવદી ઉર્ફે અબુ ઉનેસા, મોહમ્મદ અમીન શરેા ઉર્ફે અમીન પાલનપુરી, મુફતી ફૌજાન ઈસ્માઈલ દૌવા ઉર્ફે મુફતી સાબ, જકારિયા દુર્રાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઉર્ફે ઈબ્ન અમ્માર, મુદસ્સિર અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ આયા, ઈબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા ઉર્ફે અબુ હમજા અને અહમદ અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ ઉબૈદા.